અમદાવાદ/ કોંગ્રેસ ઓફિસ ખાતે હોબાળો, વટવામાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે થયો હોબાળો

વટવાના કોંગ્રેસના ઉમેદવાર બળવંત ગઢવીનો વિરોધ થઈ રહ્યો છે. આયાતી ઉમેદવાર હોવાના કારણે સોશિયલ મીડિયામાં વિરોધ થઈ રહ્યો છે.

Top Stories Ahmedabad Gujarat Gujarat Assembly Election 2022
કોંગ્રેસ
  • કોંગ્રેસે બળવંત ગઢવીને જાહેર કર્યા છે ઉમેદવાર
  • સ્થાનિક કાર્યકરોએ પૈસા બતાવી કર્યો વિરોધ
  • પૈસા આપી ટિકિટ લીધી હોવાનો કાર્યકરોનો આક્ષેપ

અમદાવાદમાં કોંગ્રેસ ઓફિસ ખાતે હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે. વટવામાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો. વટવાના કોંગ્રેસના ઉમેદવાર બળવંત ગઢવીનો વિરોધ થઈ રહ્યો છે. આયાતી ઉમેદવાર હોવાના કારણે સોશિયલ મીડિયામાં વિરોધ થઈ રહ્યો છે.મનહર પટેલની જેમ વટવામાં મેન્ડેટ બદલવાની માગ ઉઠી રહી છે.વટવા કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં પણ કાર્યકરો પોસ્ટ મુકીને વિરોધ નોંધાવી રહ્યાં છે. જ્યારે જમાલપુર-ખાડિયામાં પણ કોંગ્રેસના જ કાર્યકરો ઉમેદવારનો વિરોધ કરી રહ્યાં છે.

ભરતસિંહ સોલંકીનું પોસ્ટર સળગાવી વિરોધ નોંધાવ્યો છે. ભરતસિંહના નામની તકતી પણ તોડવામાં આવી હતી.  ભરતસિંહ સોલંકી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. જમાલપુર-ખાડિયાની બેઠકનાં નામને લઇ વિરોધ નોંધાયો છે. NSUIના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યુ છે.

જમાલપુર-ખાડિયાથી કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યાં છે. જ્યારે બીજી તરફ વટવા બેઠક પર કોંગ્રેસે બહારથી લવાયેલાં આયાતી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યાં છે.

આપને જણાવી દઈએ કોંગ્રેસે અમદાવાદની વટવા બેઠકથી બળવંતભાઈ ગઢવીને ટિકિટ આપી છે. જોકે ભાજપમાં હજુ આ બેઠકને લઈને સસ્પેન્સ યથાવત છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે.

આ પણ વાંચો:રાજસ્થાન પોલીસે ઉદયપુર રેલવે ટ્રેક પર બનેલી વિસ્ફોટની ઘટનાને આતંકવાદી ગણાવી

આ પણ વાંચો:પંજાબના અમૃતસરમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્ર બિંદુ 145 કિલોમીટર દૂર

આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પરથી રૂ. 32 કરોડનું 61 કિલો સોનું જપ્ત, સાતની