Not Set/ વડોદરા રહેતા અફઘાન વિધાર્થીઓની વ્યથા, પાકિસ્તાનનું પાપ છે તાલિબાન

વડોદરામાં અફઘાનિસ્તાનના 13 જેટલા વિદ્યાર્થી MSW, સાયન્સ અને અન્ય ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમના પરિવાર અફઘાનિસ્તાનમાં છે. તેઓ ભારતમાં પોતાને તો સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે.

Top Stories Vadodara
અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ

અફઘાનિસ્તાન પર હવે તાલિબાનોની હુકુમત રહેશે. ત્યારે ગુજરાતમાં પણ કેટલાક અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ વસે છે. અમદાવાદમાં પણ અફઘાનિસ્તાનના કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે હવે જ્યારે સત્તા પરિવર્તન થઈ છે. ત્યારે નવા નિયમો અને કાયદાઓને માનીને ત્યાંના લોકોએ હવે ચાલવું પડેશે.

ભારતમાં વસતા અફઘાનિસ્તાન આજે પોતાને ખુદકિસ્મત માને છે કે તેઓ ભારતમાં હાલ વસવાટ કરી રહ્યા છે. જોકે આ તરફ પોતાના દેશને લઇ ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી વસવાટ કરી રહેલા અફઘાનિસ્તાન નિવાસીઓએ આજની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમના મતે અફઘાનિસ્તાનમાં આજે જે કંઇપણ થઇ રહ્યું છે તેના માટે પાકિસ્તાન જવાબદાર છે.

અફઘાનિસ્તાનમાં ફરીથી તાલિબાન યુગ

અફઘાનના વિધાર્થી અમદાવાદ અને વડોદરામાં અભ્યાસ કરે છે

વિદ્યાર્થીઓએ કહ્યું નવા નિયમો સાથે રહેવું પડેશે

અફઘાનિસ્તાન પણ હવે તાલિબાની હુકુમત રહેશે ત્યારે અમદાવાદમાં પણ અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમનું માનવું છે કે હવે જ્યારે સત્તા પરિવર્તન થવું છે ત્યારે નવા નિયમો અને કાયદાઓ ને માનીને ત્યાંના લોકોએ ચાલવું પડશે તો જ શાંતિથી આવનારું જીવન વિતાવી શકાશે,  સાથે જ ત્યાંના નિષ્ણાતોએ પણ લોકોને સમજાવવાના પ્રયાસ કરવા જોઇએ જેથી આવનારા દિવસોમાં પરિસ્થિતિ સામાન્ય બનતી જાય.

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન સ્થાપિત થતાં વડોદરામાં અભ્યાસ અર્થે આવેલા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ ચિંતામાં છે. વડોદરામાં અફઘાનિસ્તાનના 13 જેટલા વિદ્યાર્થી MSW, સાયન્સ અને અન્ય ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમના પરિવાર અફઘાનિસ્તાનમાં છે. તેઓ ભારતમાં પોતાને તો સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. પણ તેમને અફઘાનિસ્તાનમાં ફસાયેલા તેમના પરિવારજનોની ચિંતા છે. દુનિયાના દેશોને આ વિદ્યાર્થીઓ તેમના વતનને હાલની સ્થિતિમાંથી મુક્ત કરાવવા અપીલ કરી રહ્યા છે.

વરસાદ,વાવણી અને ધરતીપુત્ર / રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા, પાક નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય

રક્ષાબંધન / દૂર રહેતા ભાઈઓને બહેનો અત્યારથી કરી રહી છે કુરિયર

કેન્સરથી કેન્સલ જિંદગી / કેન્સરમાં કેસની સંખ્યામાં વધારો,  6 મહિનામાં 71 હજારથી વધુ કેન્સરના કેસ