ગોંડલ
ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે છેલ્લા ૨૫ વર્ષથી દલિત પરિવારો દ્વારા સાથણીની જમીન આપવા અવારનવાર માંગ કરવામાં આવી રહી છે. જેને લઇ આજે બે દલિત યુવાનો દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી પરંતુ યુવાનો આત્મવિલોપન કરે તે પહેલાં જ તાલુકા પોલીસે તેઓની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
શિવરાજગઢ ગામે રહેતા મહેન્દ્રભાઈ વાલજીભાઈ સરવૈયા અને રાજેશભાઈ ગોવિંદભાઈ મકવાણા દ્વારા સાથણીની જમીન આપવા તેમજ જમીનો ઉપરથી દબાણ દુર કરવા માંગ કરવામાં આવી હતી. અન્યથા ગામ પંચાયત અથવા મુખ્યમંત્રી નિવાસસ્થાને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
પરંતુ યુવાનો આત્મવિલોપન કરે તે પહેલાં જ તાલુકા પોલીસના પી.એસ.આઈ રાણાએ સવારે ૯ કલાકે બંને દલિત યુવાનોની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી. દલીત યુવાનોએ સરકારને લેખિતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૨૫ વર્ષથી શિવરાજગઢના દલિત પરિવારોને સાંથણીની જમીન આપવા માંગ કરવામાં આવી રહી છે.
પરંતુ સરકારી તંત્ર દ્વારા બે દિવસ સુધી તેઓની માંગ સ્વીકારાઈ નથી તેમજ નક્કી થયેલ સર્વેની જગ્યા ઉપર વ્યાપક પ્રમાણમાં દબાણ થયેલ છે પણ માંગ કરવામાં આવી હતી ઉતારે એક માર્ચના આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી પરંતુ બંને યુવાનો આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે સતર્કતા દાખવી બંને યુવાનોની અટકાયત કરી આત્મવિલોપન કરતા રોકી લીધા હતા.
