india weather update/ દેશના અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જ્યારે ઉત્તર ભારતમાં ગરમી અને ઉકળાટ યથાવત

દેશમાં આજે અનેક રાજ્યોમાં ભારે વરસાદ (rain) નું એલર્ટ, જ્યારે ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં ગરમી-ઉકળાટ યથાવત રહેવાની આગાહી.

Top Stories India
RAIN

દેશમાં ચોમાસું ધીમે-ધીમે સક્રિય બની રહ્યું છે. એક તરફ અનેક રાજ્યોમાં વરસાદ (rain) ની તીવ્રતા વધવાની શક્યતા છે, તો બીજી તરફ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં લોકોને હજુ પણ ભારે ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડશે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આજે કોંકણ-ગોવા, તટીય કર્ણાટક, કેરળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ વાહનવ્યવહાર પ્રભાવિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, દક્ષિણ ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, લક્ષદ્વીપ તેમજ અંડમાન-નિકોબાર દ્વીપસમૂહમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ બિહાર, ઝારખંડ, ગંગાના પશ્ચિમ બંગાળ વિસ્તાર, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, આંતરિક કર્ણાટક, તમિલનાડુ અને પૂર્વ રાજસ્થાનમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

બીજી તરફ વરસાદી માહોલ હોવા છતાં ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં દિવસ દરમિયાન કાળઝાળ ગરમી અને ભારે ઉકળાટ યથાવત રહેવાની શક્યતા છે. જોકે સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને તેજ પવન ફૂંકાતા લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.

સ્કાયમેટના જણાવ્યા મુજબ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધૂળભરી આંધી ફૂંકાવાની પણ શક્યતા છે. તેજ પવન દરમિયાન વૃક્ષો અને વીજળીના થાંભલાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પર્વતીય વિસ્તારોમાં પ્રવાસે જતાં લોકોએ હવામાનની તાજી માહિતી મેળવીને જ મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગે ભારે વરસાદવાળા વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા અને ગાજવીજ દરમિયાન ખુલ્લા સ્થળોએ ન રહેવા અપીલ કરી છે. જ્યારે ભારે ગરમીવાળા વિસ્તારોમાં પૂરતું પાણી પીવું, લાંબા સમય સુધી તડકામાં ન રહેવું અને હીટવેવથી બચવા જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.


આ પણ વાંચો : ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર સતર્ક, દરિયામાં ઊંચા મોજાંની શક્યતાને પગલે માછીમારોને ચેતવણી અપાઈ

આ પણ વાંચો : દેશભરમાં 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, IMDની મોટી આગાહી

આ પણ વાંચો : 2025 માં ભારતે જોયો કુદરતનો પ્રકોપ! રિપોર્ટ મુજબ હવામાનથી 1.74 કરોડ હેક્ટર પાક બરબાદ