National News/ 2025 માં ભારતે જોયો કુદરતનો પ્રકોપ! રિપોર્ટ મુજબ હવામાનથી 1.74 કરોડ હેક્ટર પાક બરબાદ

શું ભારતનું હવામાન(Climate Change) હંમેશા માટે બદલાઈ ગયું છે? 2025 માં માત્ર ચોમાસું જ નહીં, સંપૂર્ણ વર્ષ આત્યંતિક હવામાનના સાક્ષી બન્યા. જાણો આ આંકડાઓ અને તેની ભયાનક અસરો વિશે.

NATIONAL Top Stories India
Climate Change

Climate Change and Weather 2025 Report: ભારત માટે વર્ષ 2025 હવામાનની(Climate Change) દ્રષ્ટિએ અત્યંત પડકારજનક સાબિત થયું છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયરમેન્ટ (CSE) ના ચોંકાવનારા રિપોર્ટ મુજબ, 2025માં 356 દિવસમાંથી 360 દિવસ દેશના કોઈને કોઈ ભાગમાં ભયાનક હવામાનની ઘટનાઓ નોંધાઈ હતી. આ આંકડો સૂચવે છે કે ભારતમાં હવે આત્યંતિક હવામાનની ઘટનાઓ અપવાદ નહીં, પરંતુ રોજિંદી બાબત બની ગઈ છે.

રિપોર્ટના ચોંકાવનારા આંકડા: મોત અને ખેતીને ભારે નુકસાન

2025માં હવામાનના બદલાતા(Climate Change) મિજાજે માનવ જીવન અને અર્થતંત્રને મોટો ફટકો આપ્યો છે:

2024માં 3393 લોકોના મોત થયા હતા, જે આ વર્ષે વધીને 4421 પર પહોંચ્યા છે. ખેતી માટે આ વર્ષ વિનાશક રહ્યું. 2024માં 36 લાખ હેક્ટર પાકને નુકસાન થયું હતું, જે 2025 માં અનેકગણું વધીને 1.74 કરોડ હેક્ટર થઈ ગયું છે.

ખેતીના નુકસાનમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રહ્યું, જ્યાં 84 લાખ હેક્ટર ખેતીને અસર થઈ. જ્યારે હિમાચલ પ્રદેશ, કેરળ અને મધ્ય પ્રદેશ માં સૌથી વધુ દિવસો ખરાબ હવામાન નોંધાયું હતું. દેશભરમાં 1.81 લાખથી વધુ ઘરોને ભારે નુકસાન પહોંચ્યું છે.

કેમ બદલાઈ રહ્યું છે ભારતનું હવામાન?(Climate Change)

વૈજ્ઞાનિકો આ માટે બે મુખ્ય કારણોને જવાબદાર માને છે:

ક્લાઈમેટ ચેન્જ: વૈશ્વિક તાપમાનમાં વધારાને કારણે વાતાવરણ અસ્થિર બન્યું છે.

અલ-નીનો (El-Niño): જ્યારે અલ-નીનો સક્રિય થાય છે, ત્યારે ભારતમાં વરસાદની પેટર્ન ખોરવાય છે, ક્યાંક ભારે દુષ્કાળ તો ક્યાંક અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાય છે. હવે આ બંને પરિબળો ભેગા મળીને હવામાનને વધુ અનિશ્ચિત બનાવી રહ્યા છે.

હવે ‘મોસમ’ માત્ર ચોમાસા પૂરતું મર્યાદિત નથી

રિપોર્ટની સૌથી ગંભીર ચેતવણી એ છે કે હવે વિનાશક હવામાન(Climate Change) માત્ર ચોમાસાની સિઝન સુધી મર્યાદિત નથી રહ્યું. માર્ચ, એપ્રિલ અને મે જેવા મહિનાઓમાં પણ અસહ્ય ગરમી, અચાનક વાવાઝોડું, વીજળી પડવી અને કરા પડવા જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. આ બદલાવ સીધી રીતે આપણી ખાદ્ય સુરક્ષા, જળ સંસાધનો અને રોજિંદા જીવનને અસર કરી રહ્યો છે.

નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો ક્લાઈમેટ ચેન્જની(Climate Change) ગતિ પર કાબૂ નહીં મેળવવામાં આવે અને અલ-નીનો જેવા પેટર્નનો પ્રભાવ વધતો જશે, તો આવનારા વર્ષોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.


આ પણ વાંચો : 149 વર્ષ પછી ફરી ‘મેગા અલ નીનો’નો ખતરો, 2026 માં દુનિયામાં પડશે ભયાનક ગરમી

આ પણ વાંચો : આગામી 5 વર્ષ પૃથ્વી માટે ભારે, ‘સુપર અલ નીનો’ મચાવશે તબાહી અને તૂટશે પેરિસ કરારની મર્યાદા

આ પણ વાંચો : ભારતમાં વધતી ગરમી વચ્ચે “સુપર અલ નીનો”ની આશંકા, વિશ્વ હવામાન સંગઠનની ચેતવણી