New Delhi News: CBSEએ ધોરણ 10ની બોર્ડ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. સીબીએસઈએ 6 નવેમ્બર 2026ના રોજ પોતાની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in અને cbseacademic.nic.in પર ડેટશીટ જાહેર કરી છે. પરીક્ષાઓ 16 ફેબ્રુઆરી 2027થી શરૂ થશે અને 9 માર્ચ 2027 સુધી ચાલશે. તમામ પરીક્ષાઓ સવારે 10:30 વાગ્યે શરૂ થશે.
CBSE: પરીક્ષાનો સમય
સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2027(CBSE Board Exam 2027)ની તમામ પરીક્ષાઓ સવારે 10:30 વાગ્યે શરૂ થશે, પરંતુ વિષય પ્રમાણે પેપરનો સમય અલગ-અલગ રહેશે. કેટલાક પેપર બપોરે 12:30 વાગ્યે પૂર્ણ થશે, જ્યારે અન્ય પેપર બપોરે 1:30 વાગ્યા સુધી ચાલશે.
કઈ તારીખે યોજાશે મુખ્ય પરીક્ષાઓ
પરીક્ષાની શરૂઆત 16 ફેબ્રુઆરીએ પેઇન્ટિંગના પેપરથી થશે. 17 ફેબ્રુઆરીએ ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકની પરીક્ષા સવારે 10:30થી બપોરે 1:30 વાગ્યા સુધી લેવાશે. 22 ફેબ્રુઆરીએ વિજ્ઞાનની પરીક્ષા બપોરે 1:30 વાગ્યા સુધી યોજાશે. 24 ફેબ્રુઆરીએ કમ્પ્યુટર એપ્લિકેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પરીક્ષા છે, અને આ ત્રણેય પેપર બપોરે 12:30 વાગ્યે પૂર્ણ થશે.
ભાષાઓ અને સામાજિક વિજ્ઞાનની પરીક્ષા
26 ફેબ્રુઆરીએ ઇંગ્લિશ કમ્યુનિકેટિવ અને ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ લિટરેચરની પરીક્ષા બપોરે 1:30 વાગ્યા સુધી રહેશે. 3 માર્ચે હિન્દી કોર્સ-A અને કોર્સ-Bની પરીક્ષા સવારે 10:30થી બપોરે 1:30 સુધી લેવાશે. 4 માર્ચ 2027ના રોજ ગુજરાતી સહિત વિવિધ ભાષાઓની પરીક્ષા સવારે 10:30થી બપોરે 1:30 વાગ્યા સુધી ચાલશે.
ડેટશીટ કેવી રીતે ડાઉનલોડ કરવી
વિદ્યાર્થીઓ સીબીએસઈ ડેટશીટ(CBSE Datesheet) cbse.gov.in અથવા cbseacademic.nic.in પરથી ડાઉનલોડ કરી શકે છે. વેબસાઇટ પર ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 2027ના ટાઈમટેબલની લિંક પર ક્લિક કરતાં PDF ખુલશે. તેને મોબાઇલ કે કમ્પ્યુટરમાં સેવ કરી શકાય છે અને પ્રિન્ટઆઉટ પણ લઈ શકાય છે.
વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું
ધોરણ 10 બોર્ડ પરીક્ષા(Class 10 Board Exam) માટે વિદ્યાર્થીઓએ ડેટશીટમાં પોતાના વિષયની તારીખ અને સમય ખાસ ચકાસવો. પરીક્ષા પહેલાં એડમિટ કાર્ડમાં આપેલી સૂચનાઓ વાંચવી જરૂરી છે. તેમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનો સમય અને અન્ય નિયમોની માહિતી હશે. સંપૂર્ણ CBSE એક્ઝામ ટાઈમ ટેબલ(CBSE Exam Time Table) સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
આ પણ વાંચો:મહેસાણા જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર, જાણો સંપૂર્ણ વિગત
આ પણ વાંચો:ધો. 10-12 બોર્ડ પરીક્ષા આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ
આ પણ વાંચો:2026 થી સીબીએસઈ બોર્ડ પરીક્ષા પદ્ધતિ બદલાશે, 10મા ધોરણની પરીક્ષા વર્ષમાં 2 વાર લેવામાં આવશે
