Not Set/ મુંબઈ: ભારે વરસાદના કારણે લોકલ ઠપ, કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ

મુંબઈ, મુંબઈમાં ગત શુક્રવારથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ખુબ જ વરસાદ પડી રહ્યો છે, ભારે વરસાદના મુંબઈના શહેરમાં વિસ્તારોમાં રોડ પર નદીઓ જેવો માહોલ દેખાઈ રહ્યો છે. Visuals of massive water-logging in Hindmata area, due to heavy rainfall. #MumbaiRains pic.twitter.com/5Mbi2YrLeS — ANI […]

Top Stories India Trending Videos

મુંબઈ,

મુંબઈમાં ગત શુક્રવારથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ખુબ જ વરસાદ પડી રહ્યો છે, ભારે વરસાદના મુંબઈના શહેરમાં વિસ્તારોમાં રોડ પર નદીઓ જેવો માહોલ દેખાઈ રહ્યો છે.

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ગત બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન ઠપ થઈ જવા પામ્યુ છે. મુંબઈમાં રવિવાર રાત્રીથી જોરદાર વરસાદ પડી રહ્યો છે,જે સોમવારે સવારે પણ ચાલુ રહ્યો છે. ભારે વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.

સતત વરસાદને કારણે મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેન સેવાને માઠી અસર થવા પામી છે. સમગ્ર શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલુ નજરે પડે છે. રસ્તા, ઓવરબ્રિજથી લઈને કોમ્પલેક્સ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે, આગામી ૨૪ કલાક સુધી આ ભારે વરસાદ યથાવત રહી શકે છે.

ભારે વરસાદના પગલે ખાસ કરીને શહેરના તળ ભાગોમાં જેમ કે દાદર, સાયન, ભાયખલા અને દક્ષિણ ભાગમાં વરસાદનુ જાર વધારે રહ્યુ છે. અંધેરી, ગોરેગામ, બોરીવલી, દહિસતરમાં પણ વરસાદે ભારે મુશ્કેલી સર્જી છે.

રસ્તાઓ પર ઠેર ઠેર વરસાદના કારણે ભુવા પડ્યા હોવાથી વાહનો ખૂબ ધીમી ગતિએ આગળ વધતા હોવાથી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાવા પામ્યા છે. સાયન-પનવેલ હાઈવે પર સ્થિતિ વધુ ખરાબ છે. જેના પગલે વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.

આ ઉપરાંત ગત રોજ કુર્લામાં ત્રણ માળીયાની એક જુની બિલ્ડિંગની બાલ્કનીનો ભાગ તુટી પડતા ચકચાર મચી ગઈ હતી. જાકે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નહતી. જ્યારે વડાલામાં ઈન્ડિયન ઓઈલ ખાતે એક સંરક્ષક દિવાલ તુટી પડી હતી.

અહીં પાર્ક કરાયેલ એક કારને નુકશાન થયુ હતું.  પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ નાલા સોપારામાં ટ્રેકો પર ૧૮૦ મિલીમીટરથી વધુ પાણી હોવાના કારણે તેના પર ટ્રાફિક રોકી દેવાયો છે. જેના કારણે ટ્રેનો ધીમી ચાલી રહી છે.