Not Set/ #CAB-નાગરીક સુઘારણા બિલ/ તમામ વિપક્ષોનો ભારે વિરોધ, જાણો કોણે શું કહ્યું ?

આમ તો ભાજપ દ્વારા આજે લોકસભામાં રજૂ કરવામાં આવેલ નાગરિકતા સુધારણા બિલ બહુમત વોટોનાં સહારે કોઇ રુકાવટ વિના પસાર થઇ ગયું છે. પરંતુ તમામ વિપક્ષો દ્વારા નાગરિકતા સુધારણા બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરેક પક્ષો અને પક્ષનાં સાંસદો દ્વારા અનેક રીતે પોતાનાં વિરોધી “મંતવ્ય” સંસદ ભવનમાં રજૂ કરવમાંં આવ્યા હતા, કોઇએ કહ્યું આ બિલ […]

India

આમ તો ભાજપ દ્વારા આજે લોકસભામાં રજૂ કરવામાં આવેલ નાગરિકતા સુધારણા બિલ બહુમત વોટોનાં સહારે કોઇ રુકાવટ વિના પસાર થઇ ગયું છે. પરંતુ તમામ વિપક્ષો દ્વારા નાગરિકતા સુધારણા બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરેક પક્ષો અને પક્ષનાં સાંસદો દ્વારા અનેક રીતે પોતાનાં વિરોધી “મંતવ્ય” સંસદ ભવનમાં રજૂ કરવમાંં આવ્યા હતા, કોઇએ કહ્યું આ બિલ ગાંધી વિચાર પણ જીણા વિચારનુ અતિક્રમણ છે, કોઇએ આ લોકશાહી અને સંવિધાનની હત્યા ગણવી, તો કોઇએ કઇંક ગણાવ્યું…સંસદમાં તમામ વિરોધ પક્ષો દ્વારા આ પ્રમાણે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

કોંગ્રેસ દ્વારા વિરોધ

કોંગ્રેસનાં લોકસભામાં નેતા અધિર રંજન ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું કે, અમે  #નાગરિકતા_સુધારણા_બિલનો વિરોધ કરી રહ્યા છીએ, કારણ કે તે ભેદભાવપૂર્ણ છે. સતાવેલા શરણાર્થીઓની દલીલ શરણાર્થીઓને સમાવવા માટે વર્તમાન કાયદામાં સુધારણા દ્વારા અલગ જોગવાઈઓ કરીને કરી શકાય છે. તેના માટે અલગ ભેદભાવપૂર્ણ કાયદો જરૂરી નથી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)નો વિરોધ

NCPનાં સુપ્રિયા સુલેએ લોકસભા કહ્યું કે, #સિટીઝનશિપ એમેન્ડમેન્ટબિલ 2019 , આપણી લોકશાહીની વિભાવનાં સંપૂર્ણ સમાનતા અને આ વાત આર્ટિકલ 14 & 15ની વાત કરવામાં આવે છે. અમે ગૃહ મંત્રીની વાત સાથે સંમત નથી, સુપ્રીમ કોર્ટમાં તેનો વિરોધ કરવામાં આવશે. હું તેને વિનંતી કરું છું કે તે આ મામલે ફરીથી વિચાર કરે અને બિલ પાછું ખેંચી લે.

તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) દ્વારા વિરોધ

નામા નાગેશ્વરા રાવએ લોકસભામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) વતી કહ્યું કે, અમે અમારી બિનસાંપ્રદાયિક પક્ષની નીતિને અનુરૂપ # નાગરિકતા સુધારોબિલ 2019 નો વિરોધ કરીએ છીએ. અમે ભારતીય બંધારણની જોગવાઈઓ અને ભાવનાનું કડક પાલન કરીએ છીએ.

બસપાનો વિરોધ

બસપા સાંસદ અફઝલ અંસારી દ્વારા લોકસભામાં બસપાનો પક્ષ રાખતા કહેવામાં આવ્યું કે, બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ, માયાવતીજીએ અગાઉ જ કહ્યું હતું કે #સિટીઝેનશિપઃએમેન્ડમેન્ટઃબિલ ગેરબંધારણીય છે અને અમે તેનો વિરોધ કર્યો છે. આજે પણ, અમે અહીં બિલની સામે ઊભા છીએ.

શિવસેના સામે પડી

વિનાયક રાઉત જે શિવસેનાનાં સાંસદ છે તેમણે કહ્યું કે, બિલમાં ઉલ્લેખિત આ છ સમુદાયોમાંથી કેટલા શરણાર્થીઓ ભારતમાં વસવાટ કરે છે? એચએમએ આનો જવાબ આપ્યો નથી, જ્યારે તેઓને નાગરિકત્વ મળશે ત્યારે અમારી વસ્તી કેટલી વધશે? ઉપરાંત, શ્રીલંકાથી તમિલ લોકોનું શું? જેવા ધારદાર સવાલો સાથે બિલનો વિરોધ કર્યો હતો.

ડીએમકેએ પણ કર્યો વિરોધ

# સિટીઝનશિપ એમેન્ડમેન્ટબિલ2019નો વિરોધ કરતા દયાનિધિ મારન, લોકસભા સાંસદ ડીએમકે દ્વારા કહેવામાં આવ્યું કે, સંભવત  પશ્ચિમનો ડર, પશ્ચિમથી અલગ થવાનો ભય તમારામાં પ્રસરી ગયો છે અને તમારે ખ્રિસ્તીઓને આ બિલમાં સમાવવા પડ્યા. જો પીઓ.કે. નાં મુસ્લિમો આવવા માંગતા હોય તો શું? તે માટે તમારો શું કાયદો છે?  તેવા સવાલો સાથે વિરોધનો સુર છેડ્યો હતો.

TMC દ્વારા વિરોધ

અભિષેક બેનર્જી, લોકસભા સાંસદ ટીએમસીએ વિરોધ સાથે કહ્યું કે,  સ્વામી વિવેકાનંદને આ ખરડો જોવામાં આવે તો તે આશ્ચર્યચકિત થઈ જાય, કેમ કે તે તેમના ભારતના વિચારની વિરુદ્ધ છે. ભારત માટે ભાજપનો વિચાર વિભાજનકારી છે. જો આપણે મહાત્મા ગાંધીના શબ્દોને નજરઅંદાજ કરીશું અને સરદાર પટેલની સલાહને ન માનીએ તો તે વિનાશક બનશે.

AIMIMનાં ઓવૈસી દ્વારા બિલને ફાડી કરાયો વિરોધ

અસદુદ્દીન ઓવૈસી, લોકસભામાં AIMIMનાં સાંસદ દ્વારા # સિટીઝનશિપ એમેન્ડમેન્ટબિલ2019 પર યે ઔર એક પાર્ટીશન હોને જા રહા હૈ … આ બિલ ભારતના બંધારણની વિરુદ્ધ છે અને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓનો અનાદર કરે છે. હું બિલ ફાડીશ, તે આપણા દેશને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આમ કહીને બિલની કોપીને ફાડીને વિરોધ કરાયો હતો.

મમતા બેનર્જી દ્વારા બંગાળમાં વિરોધ યોજાયો 

ખડગપુરમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ મંચ પરથી લોકોને આહવાન કરતા કહ્યું કે, #નાગરિકતા સુધારણા બિલ2019 થી ડરશો નહીં. અમે તમારી સાથે છીએ. જ્યાં સુધી અમે(TMC) અહીં છીએ(બંગાળમાં) ત્યાં સુધી કોઈ પણ તમારા પર કંઇ પણ લાદી શકશે નહીં.

આમ ભારે બહુમત સાથે બહુમતના જોરથી લોકસભામાં પસાર કરી દેવામાં આવેલું નાગરીક સુધારણા બિલ 2019 કદાચ રાજ્યસભામાં પાસ થવું મુશ્કેલ બને તેવુ પ્રતિત થઇ રહ્યું છે, તો રાજ્યસભામાં પણ પાસ કરી દેવામાં આવે છે, તો કદાચ કોઇ પણ પાર્ટી દ્વારા અથવા અનેક વિરોધ પક્ષો દ્વારા આ બિલ SCમાં પડકારવામાં આવે તેવો પણ અંદેશો લગાવવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.