PM મોદી આજે એટલે કે, 11મી તારીકે બ્રિક્સ સમિટમાં ભાગ લેવા બ્રાઝિલ જવા માટે રવાના થઇ ગયા છે. બ્રિક્સ સમિટની થીમ આ વખતે ‘ઇનોવેટિવ ફ્યુચર માટે આર્થિક વિકાસ’ છે. આ સાથે જ PMO તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, PM મોદી આ છઠ્ઠી વખત બ્રિક્સ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. 2014માં બ્રાઝિલના ફોર્ટાલેઝા ખાતે તેમણે પહેલી વાર બ્રિક્સ સમિટ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો.
આપને જણાવી દઇએ કે,PM મોદી મંગળવારે બપોરે બ્રાઝિલની રાજધાની બ્રાસિલિયા જવા રવાના થશે. PM મોદીની સાથે સાથે બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ભારતના ઉદ્યોગપતિઓનું એક મોટું પ્રતિનિધિમંડળ પણ આ પ્રવાસ પર ઉપસ્થિત રહી શકે છે. પ્રતિનિધિ મંડળ બ્રિક્સ બિઝનેસ ફોરમમાં ખાસ ભાગ લેશે, જ્યાં પાંચેય દેશોનો બિઝનેસ સમુદાય ઉપસ્થિત રહેશે.
મોદી પુતિન અને શી જિનપિંગ સાથે અલગ દ્વિપક્ષીય વાતચીત કરશે.
PM મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ અલગ દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. PM મોદી બ્રિક્સ બિઝનેસ ફોરમના મુખ્ય સત્ર અને સમાપન સમારોહમાં પણ ભાગ લેશે. સંમેલનમાં સમકાલીન વિશ્વમાં રાષ્ટ્રીય સાર્વભૌમત્વ માટેનાં પડકારો અને તકો અંગે ચર્ચા થવાની અપેક્ષા છે.
વેપાર અને રોકાણ પ્રમોશન એજન્સીઓ વચ્ચે બ્રિક્સ MOU પર હસ્તાક્ષર કરાશે
આ પછી, બ્રિક્સનું પૂર્ણ સત્ર નક્કી કરવામાં આવશે. તમામ બ્રિક્સ નેતાઓ દ્વારા આર્થિક વિકાસના ક્ષેત્રે એકબીજાની વચ્ચે સહકાર વધારવાની વાત કરવામાં આવશે. PM મોદી બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલના બ્રિક્સ નેતાઓ સાથેની બેઠકમાં પણ ભાગ લેશે. આમાં બ્રાઝિલિયન બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ અને ન્યૂ ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ પણ પોતપોતાના અહેવાલો આપશે. તે વેપાર અને રોકાણ પ્રમોશન એજન્સીઓ વચ્ચે બ્રિક્સ સમજૂતીપત્ર પર પણ હસ્તાક્ષર કરશે.
આ તમામ દેશોનો સમાવેશ થાય છે બ્રિક્સ દેશોમાં
બ્રિક્સ એ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સાથેની પાંચ ઉભરતી અર્થવ્યવસ્થાઓનું જૂથ છે. આ જૂથના દેશોની વસ્તી વિશ્વની 42% વસ્તી છે અને તે વિશ્વના જીડીપીના 23% રજૂ કરે છે. આ દેશોના વિશ્વ વેપારમાં 17% હિસ્સો છે. આમ બ્રિક્સ સમિટ પર ન ફક્ત બ્રિક્સ દેશ પર વિશ્વનાં તમામ દેશો નજર ગાળીને બેઠા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
