Political/ 8 તબક્કામાં ચૂંટણી યોજવાના નિર્ણય પર મમતાએ ઉઠાવ્યા સવાલ, કહ્યુ-ભાજપનાં કહેવા પર ચૂંટણીપંચે…

ભારતનાં ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે

India

ભારતનાં ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. આયોગે બંગાળમાં આ વખતે આઠ તબક્કામાં ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે. જેને લઇને પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે સાંજે આ અંગે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બંગાળમાં આઠ તબક્કાની ચૂંટણી ભાજપનાં કહેવા પર થઈ રહી છે. બેનર્જીએ કહ્યું કે, ચૂંટણી પંચે ભાજપનાં કહેવા પ્રમાણે જ કર્યું છે.

Political / હું ક્યારેય કોઈ ધાર્મિક સ્થળોમાં દાન આપતો નથી, માટે રામ મંદિરને પણ નહીં આપું : રોબર્ટ વાડ્રા

મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવતા કહ્યું છે કે, તેમણે ભાજપનાં કહેવાથી 8 રાઉન્ડમાં ચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે. ભાજપે તેમને જે કહ્યું છે તે કરવામાં આવી રહ્યુ છે. મમતા બેનર્જીએ કહ્યું કે, અન્ય રાજ્યોની જેમ પશ્ચિમ બંગાળમાં પણ એક જ રાઉન્ડમાં વોટિંગ કેમ કરવામાં આવી રહી નથી. આ દરમિયાન મમતા બેનર્જીએ બંગાળ કાર્ડ રમતા કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ફક્ત એક બંગાળી જ શાસન કરશે. આપને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં હંમેશાથી ઘણા તબક્કામાં મતદાન કરવામાં આવતુ રહ્યુ છે. 2016 ની વિધાનસભાની ચૂંટણીઓ પણ 7 તબક્કામાં યોજાઇ હતી.

Assembly Election / ચૂંટણી પંચે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું શિડ્યુલ કર્યુ જાહેર, મતદાનનો સમય 1 કલાક લંબાયો

મમતા બેનર્જીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર આ ચૂંટણી માટે પોતાની શક્તિનો દૂરઉપયોગ કરી શકશે નહીં. અમે અમારુ યુદ્ધ લડીશું. અમે ચૂંટણી પંચને ચૂંટણીમાં નાણાંનો દુરૂપયોગ કરવા કહીશું. મમતા બેનર્જીએ સીધા મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, તમે તમારી શક્તિનો ઉપયોગ વડા પ્રધાન તરીકે કરી શકો છો, પરંતુ ભાજપનાં નેતા તરીકે ન કરો. મમતા બેનર્જીએ કહ્યું કે, જો તમને લાગે કે તમે પશ્ચિમ બંગાળને દબાવશો, તો અમે તે થવા દઇશું નહીં. અમે ભાગેડુ નથી પરંતુ અમે જમીનનાં લોકો છીએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ