રાજધાની દિલ્હીથી એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક પુત્રીએ તેના સાથી સાથે મળીને તેની જ માતાની નિર્દયતાથી હત્યા કરી નાખી છે, તેને મિલકતમાંથી કાઢી મૂકવાની ધમકી આ ઘટના પાછળ કારણ કહેવામાં આવી રહ્યું છે. આ મામલો આંબેડકર નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે જ્યાં એક મહિલાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી અને તેનો મૃતદેહ પલંગ પર પડેલો મળી આવ્યો હતો.
બાદમાં આ મામલાની ઉંડાણપૂર્વકની પૂછપરછ અને પોલીસ તપાસમાં મહિલાની હત્યામાં તેની પુત્રી અને પુત્રીનો મિત્ર સંડોવાયેલો હોવાનું બહાર આવતાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને સુધા રાનીનું લોહીથી લથપથ શરીર પલંગ પર પડેલું જોવા મળ્યું, તેણીનું ગળું તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યું હતું. પોલીસને ઘટનાસ્થળે મૃતક મહિલાની પુત્રી મળી આવી જેનું નામ દેવયાની છે.
A 24-yr-old daughter has been arrested on charges of her 55-year-old mother's murder as the mother allegedly threatened to disown her from property after the daughter left her husband & started an affair. Another accused(friend of daughter's boyfriend) also arrested:Delhi Police pic.twitter.com/Pv8tpKeNDX
— ANI (@ANI) February 20, 2022
તેણે પોલીસને જણાવ્યું હતું કે બે લોકો ચહેરા પર માસ્ક પહેરીને ઘરમાં આવ્યા હતા અને માતાને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, વિરોધ કરતા માતાનું ગળું કાપી નાખ્યું હતું અને તેને લૂંટીને ભાગી ગયા હતા.
મૃતક મહિલાના ગળામાં સોનાની ચેઈન અને આંગળીમાં વીંટી હતી.
બીજી તરફ પોલીસ તપાસમાં રૂમમાં આવા કોઈ ચિહ્નો મળ્યા ન હતા, જેના કારણે લાગ્યું હોય કે મૃતક મહિલાએ લૂંટનો વિરોધ કર્યો હોય, કેમ કે, મૃતક મહિલાના ગળામાં સોનાની ચેઈન અને આંગળીમાં વીંટી મલી આવૈ હતી.
‘મા કહેતી હતી કે હું તને મિલકતમાંથી કાઢી મૂકીશ’
આ પછી જ્યારે પોલીસે તેની કડક પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલ્યો અને કહ્યું કે તેના લગ્ન ગ્રેટર નોઈડામાં રહેતા વ્યક્તિ સાથે થયા છે, તેને ચાર વર્ષનો પુત્ર પણ છે. લગ્નના થોડા સમય પછી તે બીજા વ્યક્તિ સાથે રહેવા લાગી હતી, જે બાદ તેની માતા કહેતી હતી કે જો તું તારા પતિ પાસે પછી નહીં જાય, તો હું તને મિલકતમાંથી કાઢી મૂકીશ.
આનાથી ચિડાઈને તેણે માતાને રસ્તેથી હટાવવાનો પ્લાન બનાવ્યો અને તેણે સાથી કાર્તિક ચૌહાણ મારફત તેની માતાની હત્યા કરાવી. ઘટનાના દિવસે તેણે બધા માટે ચા બનાવી અને માતાને ચા આપતા પહેલા ચામાં ઊંઘની ગોળીઓ પણ મિલાવી હતી માતા ચા પીને સૂઈ ગઈ, ત્યારબાદ દેવયાનીએ કાર્તિકને ફોન કરીને તેના ઘરે બોલાવ્યો, કાર્તિકે મહિલાનું ગળું કાપી નાખ્યું. સર્જીકલ બ્લેડની મદદથી તેણીને ઘરના દાગીના આપીને ઘટનાસ્થળને લૂંટનો દેખાવ આપ્યો હતો, જ્યારે હવે ખુલાસો બાદ દેવયાની અને કાર્તિકની ધરપકડ કરવામાં આવી છે અને દાગીના અને રોકડ પણ જપ્ત કરી લીધી છે.
આ પણ વાંચો : ઘાસચારા કૌભાંડના પાંચમા કેસમાં CBI કોર્ટ આજે લાલુ પ્રસાદ યાદવ સહિત 38 દોષિતોને સજા સંભળાવશે
આ પણ વાંચો :સાતમા તબક્કા માટે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ
આ પણ વાંચો :કર્ણાટકમાં બજરંગ દળના કાર્યકરની ચાકુ મારી કરવામાં આવી હત્યા,તણાવની સ્થિતિ, કલમ 144 લાગુ
આ પણ વાંચો :આંધ્રપ્રેદશના કેબિનેટ મંત્રી મેકપાટી ગૌતમ રેડ્ડીનું હાર્ટ એટેકથી મોત
