હાલના દિવસોમાં ખોડલધામના નરેશ પટેલને લઇ રાજકારણમાં ઘણો ગરમાવો જોવા માડી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી નરેશ પટેલ સાથે ભાજપ, કોંગ્રેસ કે પછી કોઈ અન્ય પક્ષ અત્યારે સાઠ-ગાઠ કરવા માટે આતુર બન્યા છે. ત્યારે પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે પણ એક નિવેદન આપ્યું છે.
હાર્દિક પટેલે આ અંગે જણાવતા કહ્યું, “નરેશ પટેલ સમાજના આગેવાન છે, તો અમારે બીજુ કંઈ વિચારવાનુ રહેતુ નથી જો તેમને કોંગ્રેસ પક્ષ આગળ કરતો હોય તો સારી વાત છે.”
મહત્વનું છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં જ પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી અને તેમના માટે કોંગ્રેસના દરવાજા કાયમ માટે ખુલ્લા હોવાની ઓફર આપી હતી. ત્યારબાદ બે દિવસ પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ખોડલધામમાં નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક કરી હતી.
