દિલ્હી,
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારે દિલ્હીમાં બંધારણ અને લોકતંત્ર બચાવવા માટે રેલી કરશે. મમતા જંતર-મંતર પર ઘરણા માટે પણ બેસશે. જણાવીએ કે દિલ્હીની આ રેલી અરવિંદ કેજરીવાલ તરફથી રાખવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે 19 જાન્યુઆરી,2019 એ મમતા બેનર્જીએ કોલકાતામાં મહારેલી કરી હતી. જેમાં 15 પક્ષના નેતાઓ જોડાયા હતા. આ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે, અખિલેશ યાદશ તમે ઉત્તર પ્રદેશથી ભાજપને ઝીરો કરી દો અમે બંગાળમાંથી કરી દઈશું. કોણ વડાપ્રધાન બને તેનાથી મતલબ નથી.20 પક્ષના નેતા સામેલ થવાની શક્યતા છે.
જણાવીએ કે દિલ્હીની આ રેલીમાં ક્યાં ક્યાં નેતા હાજર રહેશે તે વિશેની માહિતી હાલ આપવામાં આવી નથી. માનવામા આવી રહ્યું છે કે, અહીં પણ 20 પક્ષના નેતાઓ સામેલ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીની રેલીમાં પૂર્વ વડાપ્રધાન, પૂર્વ મુખ્યમંત્રી, હાલના મુખ્યમંત્રી સહિત ઘણાં નેતાઓ હાજર રહી શકે છે.
