World News/ આગામી 5 વર્ષ પૃથ્વી માટે ભારે, ‘સુપર અલ નીનો’ મચાવશે તબાહી અને તૂટશે પેરિસ કરારની મર્યાદા

સંયુક્ત રાષ્ટ્ર (UN) ના નવા ક્લાઇમેટ રિપોર્ટ અનુસાર, વર્ષ 2026 થી 2030 દરમિયાન વૈશ્વિક તાપમાન તમામ મર્યાદાઓ વટાવી જશે. ‘સુપર અલ નીનો’ (Super El Nino) અને ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વી પર આવનારા ભયાનક સંકટ પર વાંચો સંપૂર્ણ અહેવાલ.

international Top Stories World
Super El Nino

Super El Nino Climate Report : આગામી 5 વર્ષોમાં પૃથ્વી પર ગરમીનું એક નવું અને અત્યંત ભયાનક સ્વરૂપ જોવા મળી શકે છે. સંયુક્ત રાષ્ટ્રની (UN) હવામાન સંસ્થા વર્લ્ડ મેટોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન (WMO) અને યુકેના હવામાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નવા અહેવાલમાં જણાવાયું છે કે, વર્ષ 2026 થી 2030 દરમિયાન વૈશ્વિક તાપમાન આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી કરાયેલી સલામત મર્યાદાને વારંવાર પાર કરી જશે. કોલસો, તેલ અને ગેસ જેવા અશ્મિભૂત ઇંધણોના વધુ પડતા વપરાશને કારણે પૃથ્વી પર પૂર, દુષ્કાળ અને હીટ વેવ જેવી આત્યંતિક હવામાન ઘટનાઓ ઝડપથી વધશે.

પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટની લક્ષ્મણ રેખા તૂટશે

વૈજ્ઞાનિકોના અહેવાલ મુજબ, 2026 અને 2030 ની વચ્ચે સરેરાશ વૈશ્વિક તાપમાન પ્રી-ઇન્ડસ્ટ્રિયલ (ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના) સમયગાળા કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસ (2.7 ડિગ્રી ફેરનહીટ) ને વટાવી જવાની 75% શક્યતા છે. ઉલ્લેખનીય છે કે 2015 ના પેરિસ આબોહવા (Super El Nino) કરારમાં વૈશ્વિક તાપમાનને આ જ મર્યાદામાં રાખવાનું નક્કી કરાયું હતું.

આ ઉપરાંત, આગામી 5 વર્ષમાંથી કોઈ એક વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ (વર્ષ 2024 નો રેકોર્ડ તોડીને) બને તેની 86% શક્યતા છે. 2027 ના વર્ષમાં ગરમીનો અત્યાર સુધીનો નવો રેકોર્ડ બને તેવી પ્રબળ (Super El Nino) આશંકા છે, કારણ કે પ્રશાંત મહાસાગરમાં કુદરતી રીતે તાપમાન વધારતી ‘અલ નીનો’ (El Nino) ની પ્રક્રિયા 2028 સુધી લંબાઈ શકે છે. ઇમ્પિરિયલ કોલેજ ઓફ લંડનના આબોહવા વૈજ્ઞાનિક ફ્રિડેરિક ઓટ્ટોના જણાવ્યા મુજબ, તાપમાનમાં 0.1 ડિગ્રીનો વધારો પણ પૃથ્વી પર ગંભીર અસરો લાવે છે, જેનાથી લોકોના જીવ જશે અને અન્ન સંકટ વધશે.

આર્કટિક અને એમેઝોનના જંગલો પર મોટું સંકટ(Super El Nino)

કોમ્પ્યુટર સિમ્યુલેશન અને 13 અલગ-અલગ ક્લાઇમેટ મોડલ્સના આધારે તૈયાર કરાયેલા આ અહેવાલમાં બે સૌથી ચિંતાજનક બાબતો સામે આવી છે:

આર્કટિકમાં બરફ પીગળવાની સ્પીડ વધી: આર્કટિક વિસ્તાર બાકીની દુનિયા કરતાં 3.5 ગણી ઝડપથી ગરમ થઈ રહ્યો છે. આગામી 5 વર્ષમાં ત્યાં શિયાળાનું તાપમાન સામાન્ય કરતાં 5.1 ડિગ્રી ફેરનહીટ (2.8 ડિગ્રી સેલ્સિયસ) વધુ ગરમ રહેવાની ધારણા છે.

કાર્બન સોષતું એમેઝોન પોતે જ ઝેર ઓકશે: પૃથ્વીના ફેફસાં ગણાતા એમેઝોનના જંગલોના વિસ્તારમાં ભયાનક દુષ્કાળ પડશે. ગરમીને કારણે ત્યાં જંગલોમાં લાગતી આગ (Wildfires) નું જોખમ વધી જશે. પરિણામે, જે એમેઝોન અત્યાર સુધી પૃથ્વીના ઝેરી કાર્બન ડાયોક્સાઇડને સોષવાનું કામ કરતું હતું, તે પોતે જ કાર્બન બહાર ફેંકીને સમસ્યાને વધુ ગંભીર બનાવી દેશે.

યુએનના ક્લાઇમેટ ચીફ સાયમન સ્ટીલે જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગને(Super El Nino)  રોકવાના વૈશ્વિક પ્રયાસો પૂરતા સાબિત થઈ રહ્યા નથી. યુરોપ અને ભારત સહિત વિશ્વભરમાં પડી રહેલી અસહ્ય ગરમી એ માનવજાત દ્વારા સતત સળગાવવામાં આવી રહેલા કોલસા(Super El Nino) અને તેલનું જ ઘાતક પરિણામ છે.


આ પણ વાંચો : 149 વર્ષ પછી ફરી ‘મેગા અલ નીનો’નો ખતરો, 2026 માં દુનિયામાં પડશે ભયાનક ગરમી

આ પણ વાંચો : હવામાનના ઈતિહાસની સૌથી ખૌફનાક ઘટના ‘સુપર અલ નીનો’ ફરી પાછી ફરવાની આશંકા

આ પણ વાંચો : ભારતમાં વધતી ગરમી વચ્ચે “સુપર અલ નીનો”ની આશંકા, વિશ્વ હવામાન સંગઠનની ચેતવણી