India-Bangladesh Test series/ બીજી ટેસ્ટમાં ટી ટાઇમે બાંગ્લાદેશના 5 વિકેટે 184 રન

ભારત સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ટી ટાઇમે બાંગ્લાદેશે 5 વિકેટે 184 રન કર્યા છે. ઢાકામાં શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ ખાતે રમાતી મેચમાં ટી પડ્યો ત્યારે મોમિનુલ હક્ક 65 અને મેહદી હસન 4 રને રમતમાં હતા. બાંગ્લાદેશે ટી પહેલા પાંચમી વિકેટ ગુમાવી હતી. અશ્વિન અને ઉનડકટે બે-બે અને ઉમેશ યાદવે એક વિકેટ ઝડપી હતી.

Top Stories India Sports
India bangla 2nd test બીજી ટેસ્ટમાં ટી ટાઇમે બાંગ્લાદેશના 5 વિકેટે 184 રન

ભારત સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ટી ટાઇમે બાંગ્લાદેશે 5 વિકેટે 184 રન કર્યા છે. ઢાકામાં શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ ખાતે રમાતી મેચમાં ટી પડ્યો ત્યારે મોમિનુલ હક્ક 65 અને મેહદી હસન 4 રને રમતમાં હતા. બાંગ્લાદેશે ટી પહેલા પાંચમી વિકેટ ગુમાવી હતી. અશ્વિન અને ઉનડકટે બે-બે અને ઉમેશ યાદવે એક વિકેટ ઝડપી હતી.

આ પહેલા લંચ વખતે બાંગ્લાદેશે બે વિકેટ ગુમાવી 82 રન કર્યા હતા. જ્યારે ટી ટાઇમે સુધીમાં બીજા 102 રન ઉમેરીને બાંગ્લાદેશે વધુ ત્રણ વિકેટ ગુમાવી હતી. હાલમાં જે જોડી બેટિંગ કરી રહી છે તે અંતિમ બેટિંગ પર છે, તેથી જો આ ભાગીદારી તૂટી તો બાંગ્લાદેશને રકાસ નિશ્ચિત મનાય છે.

આ પહેલા બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો. પહેલી વિકેટે 39 રનની ભાગીદારી નોંધાવી હતી. 50 પૂરા થાય તે પહેલા બંને ઓપનરો પેવેલિયન પરત થઈ ગયા હતા. નજમુલ શેન્ટો અને ઝાકિર હસનની વિકેટ અશ્વિન અને ઉનડકટે લીધી હતી.

કેએલ રાહુલ (સી), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, ઋષભ પંત (ડબ્લ્યુ), શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, જયદેવ ઉનડકટ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ

બાંગ્લાદેશ (પ્લેઇંગ ઇલેવન): નજમુલ હુસૈન શાંતો, ઝાકિર હસન, મોમિનુલ હક, લિટ્ટન દાસ, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન (સી), નુરૂલ હસન (ડબ્લ્યુ), મેહિદી હસન મિરાઝ, તૈજુલ ઇસ્લામ, ખાલેદ અહેમદ, તસ્કીન અહેમદ

આ પણ વાંચોઃ

Scam/ યુપીના ટાઉનશિપમાં એક જ બાથરૂમમાં બે સીટ લગાવવામાં આવી

Bullet Train/ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ગુજરાતમાં 220 કિ.મી.નું પાઇલિંગનું કામ પૂરુ