Not Set/ ૧૬ વર્ષ જૂની નીતિનો ત્યાગ કરવા પાછળના અનેક કારણો છે તેમાં એક કારણ છે આગોતરા આયોજનનો અભાવ

ઘરઆંગણે આપણે ચેતવણી છતાં કોરોનાની મહામારીની બીજી લહેરના સામના માટે જરૂરી તૈયારી ન કરી શક્યા તેના કારણે જ ભારતને આ સમસ્યા સહન કરવાનો વારો આવ્યો છે. આ વાત નોંધવી જ પડે તેમ છે. નેતાઓ (તેમાં તમામ પક્ષો આવી જાય છે) જાે એક કે બીજું રાજ્ય જાળવવા કે મેળવવામાં રચ્યા પચ્યા રહ્યા તેના બદલે જાે વાસ્તવિક નીતિ અપનાવી હોત તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાત નહિ

India Trending
bank 5 ૧૬ વર્ષ જૂની નીતિનો ત્યાગ કરવા પાછળના અનેક કારણો છે તેમાં એક કારણ છે આગોતરા આયોજનનો અભાવ

આત્મનિર્ભરતાની વાતો વચ્ચે વિદેશી મદદનો સ્વીકાર

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

૨૦૨૦ના માર્ચ માસમાં લોકડાઉન અને ત્યારબાદ જૂન માસના મધ્ય ભાગમાં અનલોકના તબક્કા શરૂ થયા ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભરનું સૂત્ર આપવામાં આવ્યું હતું. આત્મનિર્ભર ભારત મેઈન ઈન ઈન્ડિયાની જેમ લોકપ્રિય સૂત્ર બન્યું હતું. તેની સાથે વોકલ ફોર વોકલ સૂત્ર પણ સાથોસાથ સકળાઈ ગયું હતું, જાેડાઈ ગયું હતું. રાજ્ય સરકારોએ પણ આત્મનિર્ભરતાના ઓઠા હેઠળ અનેક યોજનાઓ પણ જાહેર કરી હતી. ત્યારે ઘણાને એમ હતું કે આ આત્મનિર્ભર શબ્દ પહેલી વખત સાંભળ્યો છે. પરંતુ દૂરના નહિ પરંતુ ૧૫ વર્ષ પહેલાના એટલે કે ૨૦૦૫-૨૦૦૬ના ઈતિહાસની વાત કરીએ ત્યારે જ ખ્યાલ આવી જતો હતો કે આત્મનિર્ભરતાનો શબ્દપ્રયોગ અને વાસ્તવિકતાનો અમલ એ દિશામાં થયો હતો. સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજી અને સ્વ. ઇંદિરા ગાંધીના સમયગાળા દરમિયાન આપણે અનાજના મોરચે સ્વાવલંબી બની ગયા હતા. ત્યારબાદ ઘઉં સહિતની ઘણી ચીજાે આપણે વિદેશમાંથી ખરીદવાનું બંધ કર્યું હતું. જાે કે, આપત્તિ કે વધુ પડતી ખરાબ પરિસ્થિતિ સમયે જે તે ચીજાેની નિકાસ બંધ કરવાની અને જરૂર પડે આયાત કરવાની નીતિ આપણે ચાલુ રાખી હતી.

himmat thhakar ૧૬ વર્ષ જૂની નીતિનો ત્યાગ કરવા પાછળના અનેક કારણો છે તેમાં એક કારણ છે આગોતરા આયોજનનો અભાવ
હવે ૨૦૧૯ના ડિસેમ્બર માસમાં કોરોનાનો વ્યાપ વધ્યો. જૂનથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં ઘટી પણ ગયો. નવેમ્બર-ડિસેમ્બરમાં માર્ચ આસપાસ કોરોનાની બીજી લહેર આવી રહી હોવાની ચેતવણી આવી હોવા છતાં કેન્દ્ર અને રાજ્ય સરકારો ચૂંટણીના ખેલમાં ભૂલી ગઈ કે અવગણના કરી ઓક્સિજન જરૂરી ઈંજેકશનો સહિતના મુદ્દા અંગે આંખ આડા કાન કર્યા તેના કારણે હાલના તબક્કે વધુ ગંભીર સ્થિતિનું સર્જન થયું છે. આ સંજાેગો ઉભા થયા કે ભારતને અન્ય દેશો પાસેથી અમુક ચીજાે આયાત કરવી પડે અગર તો ઓક્સિજન વેક્સીનના કાચો માલ સહિતની ઘણી ચીજાે માટે બહારના દેશોની મદદ વિગેરે સ્વીકારવાની ફરજ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેમાંય ઓક્સિજન બાબતમાં કેન્દ્રને સુપ્રિમ કોર્ટની અને કેટલીક રાજ્ય સરકારોને જે તે વિસ્તારની હાઈકોર્ટોની લપડાક ખાવાનો વારો આવ્યો છે. આ સ્થિતિના પગલે રશિયા, બ્રિટન, ફ્રાંસ, જાપાન અને અમેરિકા, સાઉદી અરેબિયા સહિતના ઘણા દેશો ભારતને મદદ કરવા માટે પણ મેદાનમાં આવ્યા છે અને મદદ આવવી પણ શરૂ થઈ ગઈ છે અને મદદ સ્વીકારાનું પણ શરૂ કરી દીધું છે.

covid relief material sent by foreign countries distribution delayed health  ministry statement latest news updates | India News – India TV

વાત એવી છે કે દેશના વડાપ્રધાન તરીકે જાણીતા અર્થશાસ્ત્રી કે જેમણે ૨૦૦૮માં જબરદસ્ત વૈશ્વિક મદી વખતે પણ ભારતને બચાવી લીધું હતું અને તે સમયગાળામાં એકપણ બેંક કે આર્થિક સંસ્થાને બંધ થવા દીધું નહોતું. આ સરકારે એવો નિર્ણય કર્યો હતો અને તેનો અમલ પણ શરૂ કર્યો હતો કે કુદરતી આફત વખતે પણ વિદેશી મદદ સ્વીકારવી નહિ. ભારતની આત્મનિર્ભરતાની તસવીર ઉભી કરવાનો આ પ્રયાસ હતો. ભૂતકાળમાં ૧૯૯૩ના ઉત્તર કાશી ભૂકંપ, ૧૯૯૩ના લાતુર ભૂકંપ, ૨૦૦૧ના ગુજરાત ભૂકંપ, ૨૦૦૨ના બંગાળ ચક્રવાત અને ૨૦૦૪માં બિહારમાં ખેલાયેલા પૂરતાંડવ સહિતની સૌથી મોટી ભયંકર અને વિનાશકારી કહી શકાય તેવી આફતો વખતે ભારતને ઘણા દેશોએ મદદ કરી હતી અને આપણે જરૂરિયાત મુજબ અને અમુક કિસ્સામાં તો જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં વિદેશી મદદ આપણે સ્વીકારી પણ હતી.

Manmohan Singh's 'three steps' to stem India's economic crisis - BBC News

જ્યારે ૨૦૦૪માં જે સુનામી આવી તે વખતે વડાપ્રધાન મનમોહનસિંહે એવી જાહેરાત કરી હતી કે અમને ખાતરી છે કે આપણે આપણી તાકાતથી આફતનો મુકાબલો કરશું અને અત્યંત વિષમ સ્થિતિ હશે તો જ મદદ લેશું. તે વખતે પણ એવી વાત વહેતી થઈ હતી કે કુદરતી કે કોઈપણ પ્રકારની આપત્તિ વખતે – આફત સમયે આપણે એક બનીને લડી લેશું. આ બાબતને જે તે વખતના નિષ્ણાતોએ સરકારની અને ભારતની નવી અને આત્મનિર્ભરતા સભર નીતિ તરીકે નિહાળવામાં આવી હતી. માત્ર વાતો જ નહિ પરંતુ તેનો અમલ પણ કર્યો હતો. ૨૦૦૫ના કાશ્મીર ભૂકંપ, ૨૦૧૩માં કેદારનાથમાં પૂરતાંડવ અને ૨૦૧૪માં કાશ્મીરમાં આવેલા પુરપ્રકોપ સમયે પણ આપણે આ નીતિ જાળવી રાખી હતી. ૨૦૧૮માં કેરળમાં ભયાનક પુરાતાંડવ ખેલાયું ત્યારે પણ ભારતને વિશ્વના ઘણા દેશો દ્વારા વિદેશી મદદની ઓફર આવી હતી પરંતુ ભારતે તે સ્વીકારી નહોતી. સંયુક્ત આરબ અમિરાત જેવા નાનકડા દેશે પણ ભારતને મોટી રકમની ઓફર કરી હતી. પરંતુ આ સ્વીકારવામાં આવી નહોતીં. આફતનો પણ આત્મનિર્ભરતા અને વિદેશી મદદ વગર મુકાબલો કરવાની નીતિ અપનાવાઈ હતી, જે લાંબા સમય સુધી ચાલુ રહી હતી. રાજ્યો અને ભારતની સ્વૈચ્છિક સંસ્થાઓ અને સંગઠનોના સહકારથી ભારત સફળતાપૂર્વક આ આફતોમાંથી પાર ઉતર્યું હતું.

India seeks logistics support from abroad as Covid-19 cases rise; UK,  France extend help - Coronavirus Outbreak News

ભારત પર ઘેરાયેલા કોરોના સંકટ સમયે ૪૦ થી વધુ દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે. સાઉદી અરેબિયાથી આવેલો ઓક્સિજનનો જથ્થો આપણે સ્વિકારી પણ લીધો છે. બીજા ઘણા દેશોની મદદ પણ આવી પહોંચી છે. હજી પણ આવશે તેવું મનાય છે. આ સંજાેગો વચ્ચે પરિસ્થિતિ એ ઉભી થઈ છે કે અત્યારે આપણે વિદેશી મદદ માગતા અને સ્વીકારતા થઈ ગયા છીએ. કુદરતી આપત્તિ વખતે ૨૦૦૫ બાદ અપનાવેલી કોઈપણ દેશની મદદ નહિ સ્વીકારવાની જે નીતિ સ્વીકારેલી તેનો આપણે લગભગ ત્યાગ કરી દીધો છે અથવા તો આત્મનિર્ભરતા અને સ્વનિર્ભરતાના સૂત્રો વચ્ચે આપણે બીજા દેશોની મદદ પર નભતા થઈ ગયા છીએ. એક અખબારી અહેવાલ અનુસાર આપણે ૨૦૨૦માં ઓક્સિજનની મોટા પ્રમાણમાં નિકાસ કરી હતી. હવે ભારતમાં કટોકટી સર્જાઈ છે ત્યારે ઓક્સિજન બહારથી ખરીદવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ વિકટ સંજાેગો કહેવાય. વેક્સીનના કાચા માલ બાબતમાં આપણે આજીજી કર્યા બાદ આપણને અમેરિકાના જાે બાઈડન તંત્રે મોકલ્યું છે.

List of countries helping India with COVID-19 supplies – from liquid oxygen  to concentrators and tanks | BusinessInsider India

ભારતને વિદેશી મદદને કુટનીતિનો વિજય કહેવાવાળા લોકો પડ્યા છે. જાે કે આ પરિબળો સરકારની ભાટાઈ કરનારા છે. માત્ર વાહ વાહ કરનારા છે. આવા કહેવાતા પ્રશંસકો દેશના નહિ પરંતુ સ્વહિતની રક્ષા કરનારા છે. આ વાત તો નોંધવી જ પડે. આપણે ૧૫ વર્ષ કે ૧૬ વર્ષ સુધી કુદરતી આપત્તિ વખતે વિદેશી મદદ ન લીધી અને આ વખતે જ કેમ લીધી ? આ બાબત પણ વિચાર માગે તેવી નીતિ છે. જે વર્ષમાં આત્મનિર્ભરતાનું સૂત્ર વહેતું મૂકાયું ત્યારપછીના વર્ષમાં જ આવી સ્થિતિ કેમ સર્જાઈ ? આ બાબત પણ વિચાર માગતો મુદ્દો છે, તે વાતની નોંધ લીધા વગર ચાલવાનું નથી. આપણે આત્મનિર્ભરતાની ૧૬ વર્ષ જુની નીતિ શા માટે છોડી ? અથવા તો આત્મનિર્ભરતાના સૂત્રોના દેકારા વચ્ચે આ નીતિ કેમ ફરી અપનાવવી પડી ? તે બાબત વિચાર કરતા કરી મૂકે તેવી કપરી સમસ્યા અચૂક કહી શકાય.

Covid in India: How countries are pitching in with medical supplies | India  News,The Indian Express

ઘણા વિશ્લેષકો કહે છે તે પ્રમાણે ઘરઆંગણે આપણે ચેતવણી છતાં કોરોનાની મહામારીની બીજી લહેરના સામના માટે જરૂરી તૈયારી ન કરી શક્યા તેના કારણે જ ભારતને આ સમસ્યા સહન કરવાનો વારો આવ્યો છે. આ વાત નોંધવી જ પડે તેમ છે. નેતાઓ (તેમાં તમામ પક્ષો આવી જાય છે) જાે એક કે બીજું રાજ્ય જાળવવા કે મેળવવામાં રચ્યા પચ્યા રહ્યા તેના બદલે જાે વાસ્તવિક નીતિ અપનાવી હોત તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાત નહિ તે પણ હકિકત છે તેની કોઈ ના પાડી શકે તેમ નથી. આત્મનિર્ભરતાના નારાઓ વચ્ચે બીજા દેશોની મદદ સ્વીકારવાનો વારો આવ્યો તે બાબતને કોઈ સરકારની સિધ્ધિ તો ક્યારેય કહી શકાય નહિ.