ક્રિકેટ/ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ બન્યો એપ્રિલનો ‘Player of the Month’

પાકિસ્તાનનાં બાબર આઝમને દક્ષિણ આફ્રિકા સામે તાજેતરમાં પૂર્ણ થયેલી શ્રેણીનાં તમામ ફોર્મેટમાં સતત શાનદાર પ્રદર્શન માટે એપ્રિલ 2021 નો આઈસીસી Player of the Month નો એવોર્ડ જીત્યો છે.

Sports
123 196 પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ બન્યો એપ્રિલનો 'Player of the Month'

પાકિસ્તાનનાં બાબર આઝમને દક્ષિણ આફ્રિકા સામે તાજેતરમાં પૂર્ણ થયેલી શ્રેણીનાં તમામ ફોર્મેટમાં સતત શાનદાર પ્રદર્શન માટે એપ્રિલ 2021 નો આઈસીસી Player of the Month નો એવોર્ડ જીત્યો છે. આ પહેલા આ એવોર્ડ ફક્ત ભારતીય ખેલાડીઓએ જ જીત્યો હતો. જોકે, આ વખતે પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ આ એવોર્ડ જીતવામાં સફળ રહ્યો છે.

ક્રિકેટ / કોરોના પીડિતોની મદદ માટે હવે રિષભ પંત આવ્યો આગળ

આઈસીસી દ્વારા પાકિસ્તાનનાં કેપ્ટન બાબર આઝમને એપ્રિલ મહિનાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટ જાહેર કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સામે રમાયેલી મેચોમાં બાબરનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું. આ પહેલીવાર છે કે જ્યારે ભારત સિવાય કોઇ અન્ય દેશનાં ખેલાડીએ આ એવોર્ડ પોતાના નામે કર્યો છે. આ પુરસ્કાર માટે બાબર આઝમ સાથે ફખર ઝમાન અને કુશલ ભુરતેલને પણ નામાંકિત કરાયા હતા. દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં બેટિંગથી ફખર ઝમાને ખૂબ પ્રભાવિત કર્યા હતા. બાબર આઝમે તાજેતરમાં વિરાટ કોહલીને પાછળ છોડી વનડે ક્રિકેટમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. વળી ઝિમ્બાબ્વે સામે રમતી વખતે ટી-20 ક્રિકેટમાં 2 હજાર રન પૂરા કરનાર બાબર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. તોફાની બેટ્સમેને એપ્રિલ મહિનામાં ત્રણ વનડેમાં 76 ની શાનદાર એવરેજથી 228 રન બનાવ્યા હતા, જ્યારે સાત ટી-20 મેચોમાં બાબરનાં બેટથી 305 રન નિકળ્યા હતા. પાકિસ્તાને ટી-20 સિરીઝમાં ઝિમ્બાબ્વેને 2-1 થી હરાવ્યુ હતુ, જ્યારે આ પહેલા ટીમ દક્ષિણ આફ્રિકાને વનડે અને ટી-20 માં ધૂળ ચટાવીને આવી હતી.

ક્રિકેટ / કોરોનાનાં કારણે રાજસ્થાન રોયલ્સનાં બોલર ચેતન સાકરિયાનાં પિતાનું નિધન

આઇસીસીએ આ વર્ષે જાન્યુઆરીથી મંથનાં બેસ્ટ ક્રિકેટરની પસંદગી કરવાનું શરૂ કર્યુ હતુ અને આ એવોર્ડ પ્રથમ વખત ભારતનાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ ફેબ્રુઆરીમાં, ટીમ ઈન્ડિયાનાં સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિનને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શનનાં કારણે મહિનાનો શ્રેષ્ઠ ક્રિકેટર જાહેર કરવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં, આ એવોર્ડ પર ઈજા બાદ પરત ફરતા ભુવનેશ્વર કુમારે કબજો કર્યો હતો. ભુવીએ ઇંગ્લેન્ડ સામે વનડે અને ટી-20 શ્રેણીમાં શાનદાર બોલિંગ કરી હતી અને સાથે સાથે મહત્વનાં પ્રસંગોમાં વિકેટ પણ લીધી હતી.

majboor str 6 પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ બન્યો એપ્રિલનો 'Player of the Month'