Not Set/ IPL Auction 2020/ થોડા સમયમાં તમારા મનપસંદ ખેલાડીઓની લાગશે બોલી

કોલકાતામાં આજે એટલે કે ગુરુવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 13મી આવૃત્તિ માટે તમામ ટીમો ખેલાડીઓની હરાજી માટે એકઠી થઈ રહી છે. 73 ખેલાડીઓ માટે 338 ખેલાડીઓ પોતાના ભાગ્યને અજમાવી રહ્યા છે. આઈપીએલની આ હરાજી બપોરે સાડા ત્રણ વાગ્યાથી કોલકાતામાં થશે, જેમાં તમામ 8 ટીમોનાં મેનેજમેન્ટ ફ્રેન્ચાઇઝી માલિક અને ખેલાડીઓનાં નામ પર સહી કરાશે. Just […]

Top Stories Sports
ipl auction 1 1576693575 IPL Auction 2020/ થોડા સમયમાં તમારા મનપસંદ ખેલાડીઓની લાગશે બોલી

કોલકાતામાં આજે એટલે કે ગુરુવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 13મી આવૃત્તિ માટે તમામ ટીમો ખેલાડીઓની હરાજી માટે એકઠી થઈ રહી છે. 73 ખેલાડીઓ માટે 338 ખેલાડીઓ પોતાના ભાગ્યને અજમાવી રહ્યા છે. આઈપીએલની આ હરાજી બપોરે સાડા ત્રણ વાગ્યાથી કોલકાતામાં થશે, જેમાં તમામ 8 ટીમોનાં મેનેજમેન્ટ ફ્રેન્ચાઇઝી માલિક અને ખેલાડીઓનાં નામ પર સહી કરાશે.

આઈપીએલમાં આજે 73 સ્થાનો માટે હરાજી થશે જેમાથી 12 ખેલાડીઓની જગ્યાએ આરસીબી ટીમ, દિલ્હી કેપિટલ્સની ટીમમાં,  5 જગ્યા ચેન્નઈ સુપર કિગ્સની ટીમમાં, 9 જગ્યા કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં, 11 જગ્યા કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમમાં, 11 ખેલાડી રાજસ્થાન રોયલ્સની ટીમમાં, 7 ખેલાડીઓ મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં અને 7 ખેલાડીઓ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમમાં લેવાના છે.

ફ્રેન્ચાઇઝીઓની વિનંતી પર અંતિમ મિનિટ પર 24 નવા નામ ઉમેરવામાં આવ્યા છે, જેમાં વેસ્ટ ઇન્ડીઝનાં ઝડપી બોલર કેસરીક વિલિયમ્સ, ઓસ્ટ્રેલિયાનાં ડેનિયલ ક્રિશ્ચિયન, લેગ સ્પિનર એડમ જમ્પા, બાંગ્લાદેશનાં મુશફિકુર રહીમ અને સરીના 21 વર્ષીય બેટ્સમેન વિલ જેક્સનો સમાવેશ થાય છે.

Auction IPL Auction 2020/ થોડા સમયમાં તમારા મનપસંદ ખેલાડીઓની લાગશે બોલી

કોલકાતા નાઈટ રાઇડર્સથી રિલીઝ કરાયેલા ક્રિસ લિનની ઉપર આ હરાજીમાં પૈસાનો વરસાદ થઇ શકે છે. યુએઈમાં તાજેતરની ટી 10 લીગમાં તેના પ્રભાવશાળી પ્રદર્શનને જોતા કેકેઆર ફરી એકવાર તેને તેમની ટીમમાં સામેલ કરવાનો પ્રયાસ કરશે. ક્રિસ લિને આઇપીએલમાં અત્યાર સુધીમાં 41 મેચમાં 1280 રન બનાવ્યા છે. આ વર્ષે આઈપીએલમાં તેણે 139.65 નાં સ્ટ્રાઇક રેટથી 405 રન બનાવ્યા હતા. તે ડેક્કન ચાર્જર્સ માટે પણ રમી ચુક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.