Not Set/ CAA / ભારતને અમેરિકાનું સમર્થન, કહ્યું, – ભારતના લોકતંત્રનું અમે સ્વાગત કરીએ છીએ

ભારત અને અમેરિકા વચ્ચે  દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. આ બંને દેશો વચ્ચે આ પ્રકારની બીજી બેઠક હતી. જેમાં ભારત તરફથી રક્ષા મંત્રી રાજનાથ અને વિદેશ પ્રધાન એસ.જયશંકર અને યુએસના સમકક્ષો માર્ક એસ્પર અને માઈક પોમ્પીઓ હાજર રહ્યા હતા.  આ દરમિયાન યુ.એસ.એ નાગરિકત્વ કાયદા અંગે ભારતને સમર્થન આપ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, ભારતમાં […]

Top Stories World
CAA CAA / ભારતને અમેરિકાનું સમર્થન, કહ્યું, - ભારતના લોકતંત્રનું અમે સ્વાગત કરીએ છીએ

ભારત અને અમેરિકા વચ્ચે  દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. આ બંને દેશો વચ્ચે આ પ્રકારની બીજી બેઠક હતી. જેમાં ભારત તરફથી રક્ષા મંત્રી રાજનાથ અને વિદેશ પ્રધાન એસ.જયશંકર અને યુએસના સમકક્ષો માર્ક એસ્પર અને માઈક પોમ્પીઓ હાજર રહ્યા હતા.  આ દરમિયાન યુ.એસ.એ નાગરિકત્વ કાયદા અંગે

ભારતને સમર્થન આપ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, ભારતમાં નાગરિકતા કાયદાની ચર્ચા ચાલી રહી છે. કોર્ટ આ કાયદાની સમીક્ષા કરશે. ત્યાં કેટલાક વિરોધી પક્ષો તેનો વિરોધ પણ કરી રહ્યા છે. મીડિયામાં પણ ચર્ચા ચાલી રહી છે. આ બધું લોકશાહી રીતે થઈ રહ્યું છે, આપણે ભારતના લોકશાહીનું સન્માન કરીએ છીએ.

સંરક્ષણ ટેકનીકના સ્થાનાંતરણ અંગે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે આ દ્વિપક્ષીય વાતચીતમાં સંરક્ષણ ટેકનીકના સ્થાનાંતરણ અંગે કરાર થયો છે. રાજનાથસિંહે જણાવ્યું હતું કે બેઠક સફળ રહી હતી. આનાથી ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત બનશે. રાજનાથે કહ્યું, બેઠકમાં આંતરરાષ્ટ્રીય-દ્વિપક્ષીય મુદ્દાઓ, આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધના અભિયાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમે સુરક્ષા અને વૈશ્વિક હિતો પર એકબીજાની સાથે ઉભા રહીશું. બીજી તરફ, માઇક પોમ્પિયોએ કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે ત્રણ સંરક્ષણ અને વેપાર કરાર થયા હતા. ભારત પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી આતંકવાદી પ્રવૃતિઓનો મુદ્દો ઉઠાવતો રહે છે. અમે ભારતને ટેકો આપવાનો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.