બિનસચિવાલય ક્લર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. આ પેપર ભાજપના જ નેતાના વોટ્સએપ નંબર પરથી લીક થયું હોવાની વાત સામે આવી હતી.જો કે આ મામલે ભાજપના નેતાઓની સંડોવણી હોવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે પેપર લીક મામલે ભાજપના નેતાઓની સંડોવણીની કોઈ વાત અત્યાર સુધી સામે આવી નથી. જોકે, એસઆઈટીની તપાસમાં કોઈપણ નેતાનું નામ આવશે તો તેને છોડવામાં નહીં આવે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બિનસચિવાલય પરીક્ષામાં પેપર લીક થયું હોવાની વાતનો એસઆઈટીએ સ્વીકાર કર્યો છે.હાલ સીટ તરફથી આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
સીટ તરફથી અત્યાર સુધી મોબાઈલ પર પેપર ફોરવર્ડ કરનાર 15 લોકોનાં નિવેદનો લેવાઈ ચુક્યા છે. આ મામલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવશે. આ પેપર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના એક સભ્યએ લીક કર્યું હોવાની ચર્ચા છે
પેપર લીક પ્રકરણમાં પ્રદેશ ભાજપના ટોચના નેતાના અંગત સ્ટાફની સંડોવણી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.