લોકડાઉન/ ગોવામાં 14 જૂન સુધી લોકડાઉન લંબાવાયુ

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, કોવિડ રસીને લઈને ઘણા રાજ્યોમાં રાજકારણ શરૂ  થતું જોવા મળી  રહ્યું છે. દરમિયાન ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે  સરકારે  14 જૂને સવારે 7 વાગ્યા સુધી રાજ્ય માં કર્ફ્યુમાં વધારો  કરવામાં આવ્યો છે .જેમાં  આવશ્યક ચીજવસ્તુઓની દુકાન માટે નિર્ધારિત સમય […]

Top Stories India
Untitled 48 ગોવામાં 14 જૂન સુધી લોકડાઉન લંબાવાયુ

દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, કોવિડ રસીને લઈને ઘણા રાજ્યોમાં રાજકારણ શરૂ  થતું જોવા મળી  રહ્યું છે. દરમિયાન ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે  સરકારે  14 જૂને સવારે 7 વાગ્યા સુધી રાજ્ય માં કર્ફ્યુમાં વધારો  કરવામાં આવ્યો છે .જેમાં  આવશ્યક ચીજવસ્તુઓની દુકાન માટે નિર્ધારિત સમય સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે .

આ ઉપરાંત સીએમ પ્રમોદ સાવંતે જણાવ્યું  કે,  મકાનો અને ઇમારતોના સમારકામ, ચોમાસાની તૈયારી અથવા વરસાદની સુરક્ષા અને સ્થિર વસ્તુઓ સાથે સંબંધિત દુકાનો ખોલવા દેવામાં આવશે.  મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે  કહ્યું કે ગોવા સરકાર રાજ્યમાં જારી કરાયેલા કર્ફ્યુમાં વધારો અથવા ફેરફાર કરતા પહેલા રાજ્યની કોવિડની પરિસ્થિતિની સમીક્ષા  કરવામાં આવશે . આ ઉપરાંત સાવંતે જણાવ્યું હતું કે કર્ફ્યુ ની મર્યાદા પૂરા થયાના એક દિવસ પહેલા જ  સમીક્ષા બેઠક યોજાશે.

મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે  લોકોએ સામાજિક અંતરનાં ધોરણો જાળવવા જોઈએ . ભીડને ટાળવી જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે જો કર્ફ્યુ હટાવવામાં આવે તો ભીડ  ન ઉમટે તેમની ખાસ કાળજી રાખવી જોઈએ. જો ત્રીજી તરંગ આવે છે, તો પરિસ્થિતિ પોતાને પુનરાવર્તિત કરી શકે છે. લોકોએ પોતાનું ધ્યાન રાખવું જોઈએ. રસીકરણ પછી, માસ્ક પહેરવા જોઈએ. માસ્ક  પણ પહેરવા જોઈએ.