Not Set/ નિર્ભયા રેપ કેસ : સુપ્રિમ કોર્ટે પુનર્વિચાર અરજી ફગાવતા આરોપીઓની ફાંસીની સજા રાખી યથાવત

દિલ્હી, દેશમાં બહુ ચર્ચિત એવા રાજધાની દિલ્હીના નિર્ભયા ગેંગરેપ કેસમાં સુપ્રિમ કોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો છે. દિલ્હીમાં વર્ષ 2012માં થયેલા ગેંગરેપ કેસના ત્રણ દોષિતો મુકેશ, પવન ગુપ્તા અને વિનય શર્માને આપવામાં આવેલી ફાંસની સજા પર સુપ્રિમ કોર્ટે યથાવત રાખી છે. આ અગાઉ મે, 2017માં સુપ્રિમ કોર્ટે ટ્રાયલ કોર્ટે આપેલી ફાંસીની સજા યથાવત રાખી હતી. Upholding its […]

Top Stories India Trending
sc 780x405 1 નિર્ભયા રેપ કેસ : સુપ્રિમ કોર્ટે પુનર્વિચાર અરજી ફગાવતા આરોપીઓની ફાંસીની સજા રાખી યથાવત

દિલ્હી,

દેશમાં બહુ ચર્ચિત એવા રાજધાની દિલ્હીના નિર્ભયા ગેંગરેપ કેસમાં સુપ્રિમ કોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો છે. દિલ્હીમાં વર્ષ 2012માં થયેલા ગેંગરેપ કેસના ત્રણ દોષિતો મુકેશ, પવન ગુપ્તા અને વિનય શર્માને આપવામાં આવેલી ફાંસની સજા પર સુપ્રિમ કોર્ટે યથાવત રાખી છે. આ અગાઉ મે, 2017માં સુપ્રિમ કોર્ટે ટ્રાયલ કોર્ટે આપેલી ફાંસીની સજા યથાવત રાખી હતી.

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ આર ભાનુમતિ અને જસ્ટીસ અશોક ભૂષણની પીઠે આ ગેંગરેપ કેસના આરોપીઓ મુકેશ (29), પવન ગુપ્તા (22) અને વિનય શર્માની અરજીને ફગાવતા આ ચુકાદો આપ્યો હતો.

નિર્ભયા રેપ કેસ : સુપ્રિમ કોર્ટે પુનર્વિચાર અરજી ફગાવતા આરોપીઓની ફાંસીની સજા રાખી યથાવત

બીજી બાજુ સોમવારે આ નિર્ણય આવતા પહેલા જ આ કેસની પીડિતાનો પરિવાર તેઓના વકીલ સાથે કોર્ટમાં પહોચ્યો હતો અને આરોપીઓને સખ્ત સજા ફટકારવા માટે અપીલ કરી હતી.

સુપ્રીમ કોર્ટે પોતાના 2017ના નિર્ણયમાં દિલ્હી હાઈકોર્ટ અને નીચલી કોર્ટ દ્વારા 23 વર્ષીય પેરામેડિકલ વિદ્યાર્થીની સાથે 16 ડિસેમ્બર 2012ના રોજ ગેંગરેપ અને હત્યાના કેસમાં તેમણે સંભળાવવામાં આવેલી મોતની સજા યથાવત રાખી હતી.

ઉલ્લેખનીય છે કે નિર્ભયાની સાથે દક્ષિણી દિલ્હીમાં ચાલતી બસમાં 6 લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો અને ગંભીર ઈજા પહોંચાડ્યા બાદ રસ્તા પર ફેંકી દીધી હતી. સિંગાપુરના માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં 29 ડિસેમ્બર 2012ના રોજ સારવાર દરમ્યાન નિર્ભયાનું મોત થયું હતું.

નિર્ભયા પર રેપ કરનાર આરોપીઓમાંથી એક રામ સિંહે તિહાડ જેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. આરોપીઓમાં એક સગીરનો પણ સમાવશે થાય છે, તેણે કિશોર ન્યાયબોર્ડે દોષિત ઠેરવી ત્રણ વર્ષ માટે સુધાર ગૃહમાં રાખ્યા બાદ છોડી મૂક્યો હતો.