Not Set/ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 90 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા:એમ.આર.કોઠારી

ગુજરાત, ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 16.68 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે ગુજરાત આસપાસ વરસાદની સિસ્ટમ સક્રિય હોવાના કારણે દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાનમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના લીધે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેની સમીક્ષા કરી હતી અને રાહત નિયામક અને અધિક સચિવ એમ.આર.કોઠારી કહ્યું હતું કે […]

Top Stories Gujarat
Untitled દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 90 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા:એમ.આર.કોઠારી

ગુજરાત,

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 16.68 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે ગુજરાત આસપાસ વરસાદની સિસ્ટમ સક્રિય હોવાના કારણે દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાનમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના લીધે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેની સમીક્ષા કરી હતી અને રાહત નિયામક અને અધિક સચિવ એમ.આર.કોઠારી કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં શનિવારે તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો.

ગુજરાત ઉમરગાવના નીચાણવાળા વિસ્તાર માંથી 90 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને અત્યારે પરિસ્થિતિ નિયત્રણ હેઠળ છે. પાણી ઉતરી ગયા છે. શનિવારે 20 રસ્તાઓ બંધ હતા તેમાં 1 કે 2 રસ્તાઓ છોડીને તમામ રસ્તાઓ ચાલુ થઈ ગયા છે.

દક્ષિણ ગુજરાતમાં 28.69 ટકા વરસાદ, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 14.18 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં સરેરાશ 10.76 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં સરેરાશ 7.97 ટકા વરસાદ નોંધાયો છે.

હજી પણ ભારે વરસાદની આગાહીને કારણે અને તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફની ટિમો તાપી, સુરત અને વલસાડમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચીવડાય માટે તૈયાર રાખવામાં આવી છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના વલસાડનવસારીડાંગતાપીદમણદાદરા નગર હવેલીમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ પડશે. જયારે તા. 10 અને 11 જુલાઈના રોજ સૌરાષ્ટ્રના ભાવનગરઅમરેલીગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાનમાં ભારે વરસાદના કારણે વહીવટી તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે.