Not Set/ જો સરદાર પટેલ વધુ થોડા વર્ષો જીવ્યા હોત, તો ગોવા મુક્તિ માટે રાહ જોવી ન પડી હોત : PM મોદી

ગોવા મુક્તિ દિવસ દર વર્ષે 19 ડિસેમ્બરે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન વિજય’ની સફળતાને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે જેણે ગોવાને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવ્યું હતું.

Top Stories India
ગોવા મુક્તિ સરદાર પટેલ વધુ થોડા વર્ષો જીવ્યા હોત, તો ગોવા મુક્તિ માટે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગોવા મુક્તિ દિવસની ઉજવણીને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે ગોવા એવા સમયે પોર્ટુગલ હેઠળ હતું જ્યારે દેશના અન્ય મોટા ભાગ પર મુઘલોનું શાસન હતું. એ પછી આ દેશે કેટલાય રાજકીય તોફાનો જોયા છે, કેટલી સત્તાના ઝાપટા પડ્યા છે. પરંતુ સમય અને સત્તાની ઉથલપાથલ વચ્ચે સદીઓનાં અંતર પછી પણ ન તો ગોવા તેની ભારતીયતાને ભૂલી શક્યું છે કે ન તો ભારત તેના ગોવાને ભૂલી શક્યું છે. આ એક એવો સંબંધ છે જે સમય સાથે વધુ મજબૂત બન્યો છે.

જો પટેલ વધુ થોડા વર્ષો જીવ્યા હોત તો ગોવાને મુક્તિ માટે રાહ જોવી ન પડી હોત.

પીએમ મોદીએ કહ્યું કે ગોવા મુક્તિ વિમોચન સમિતિના સત્યાગ્રહમાં 31 સત્યાગ્રહીઓએ જીવ ગુમાવવો પડ્યો. તમે વિચારો, આ બલિદાન વિશે, પંજાબના વીર કરનૈલ સિંહ બેનિપાલ જેવા નાયકો વિશે. તેમની અંદર ખળભળાટ મચી ગયો હતો કારણ કે તે સમયે દેશનો એક ભાગ હજુ પણ નિયંત્રણમાં હતો, કેટલાક દેશવાસીઓને ત્યારે પણ આઝાદી મળી ન હતી. અને આજે હું એ પણ કહેવાનો અવસર લઈશ કે જો સરદાર પટેલ સાહેબ હજુ થોડાક વર્ષ જીવ્યા હોત તો ગોવાની આઝાદી માટે આટલી રાહ જોવી ન પડી હોત.

પીએમ મોદીએ કહ્યું કે ગોવાના લોકોએ પણ મુક્તિ અને સ્વરાજની ચળવળોને રોકવા દીધી નથી. તેમણે ભારતના ઈતિહાસમાં સૌથી લાંબો સમય આઝાદીની જ્યોત પ્રજ્વલિત રાખી. આ કારણ છે કે, ભારત માત્ર એક રાજકીય શક્તિ નથી. ભારત એક વિચાર, એક પરિવાર છે, જે માનવતાના હિતોનું રક્ષણ કરે છે. ભારત એવી ભાવના છે જ્યાં રાષ્ટ્ર ‘સ્વ’થી ઉપર છે, સર્વોપરી છે. જ્યાં એક જ મંત્ર છે – રાષ્ટ્ર પ્રથમ. જ્યાં એક જ સંકલ્પ છે – એક ભારત, શ્રેષ્ઠ ભારત.

ઇટાલી ગયા પછી પોપને આમંત્રણ આપ્યું

પીએમ મોદીએ પોતાની ઈટાલી મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે થોડા સમય પહેલા તેઓ ઈટાલી અને વેટિકન સિટી ગયા હતા. ત્યાં મને પોપ ફ્રાન્સિસને મળવાની તક પણ મળી. ભારત પ્રત્યેનું તેમનું વલણ પણ એટલું જ જબરજસ્ત હતું. મેં તેમને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. પીએમએ કહ્યું કે પોપ તેમનું આમંત્રણ મળતા અભિભૂત થયા હતા. મારે તમને કહેવું જોઈએ કે મારા આમંત્રણ પછી તેમણે જે કહ્યું – પોપ ફ્રાન્સિસે કહ્યું – “તમે મને આપેલી આ સૌથી મોટી ભેટ છે” એ ભારતની વિવિધતા, આપણી તેજસ્વી લોકશાહી પ્રત્યેનો તેમનો લગાવ છે.

મનોહર પર્રિકરને યાદ કર્યા

ગોવા પહોંચ્યા બાદ પીએમ મોદીએ તેમના પૂર્વ સહયોગી મનોહર પર્રિકરને પણ યાદ કર્યા. જ્યારે હું ગોવાની સિદ્ધિઓ જોઉં છું, આ નવી ઓળખ વધુ મજબૂત થઈ રહી છે, ત્યારે મને મારા અભિન્ન ભાગીદાર મનોહર પરિકર જીને પણ યાદ આવે છે. તેમણે ગોવાને માત્ર વિકાસની નવી ઊંચાઈઓ પર જ નહીં લઈ જવા ઉપરાંત ગોવાની ક્ષમતાને પણ વિસ્તારી છે. ગોવાના લોકો કેટલા પ્રમાણિક છે, કેટલા ટેલેન્ટેડ અને મહેનતુ છે, દેશ મનોહરજીની અંદર ગોવાના પાત્રને જોતો હતો. આપણે તેમના જીવનમાં આ જોયું છે કે કેવી રીતે વ્યક્તિ તેના રાજ્ય, તેના લોકો માટે તેના અંતિમ શ્વાસ સુધી સમર્પિત રહી શકે છે.

Year Ender 2021 / કોરોનાનું આવું ભયાનકરૂપ, હે ભગવાન આવા દિવસો ફરી ના બતાવતો…!!!

National / રાહુલ-પ્રિયંકા અમેઠીનો ગઢ જીતવા માટે નીકળ્યા પગપાળા, જુઓ તસવીરો 

National / કેટ-વિકીના લગ્ન બાદ હવે આ સાંસદ પુત્રના રોયલ વેડિંગ માટે થનગની રહ્યું છે રાજસ્થાન, સેલિબ્રિટીઓનો જામ્યો ખડકલો 

Round Up 2021 / જ્યારે ચમોલી ગ્લેશિયર તૂટવાથી મોટી તબાહી સર્જાઈ; આ ઘટના આજે પણ વૈજ્ઞાનિકો માટે છે એક રહસ્ય

Round Up 2021 / કરીના કપૂર અને શિલ્પા શેટ્ટીના પતિથી લઈને આ સેલેબ્સના વિવાદો બોલિવૂડમાં રહ્યા ચર્ચાસ્પદ