આતંકવાદીની ધરપકડ/ મુંબઇ ATSએ વધુ એક સંદિગ્ધ આતંકવાદીની કરી ધરપકડ

મહારાષ્ટ્ર એટીએસએ આ મહિનાની શરૂઆતમાં આ મામલે કેસ નોંધ્યો હતો. આ કેસ સંબધિત ત્રીજા આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે

Top Stories
MUBAI 1 મુંબઇ ATSએ વધુ એક સંદિગ્ધ આતંકવાદીની કરી ધરપકડ

મહારાષ્ટ્ર ATS એ આતંકી કાવતરાના કેસમાં અન્ય એક આરોપીની ધરપકડ કરી છે. આ પહેલા  દિલ્હી પોલીસે તાજેતરમાં છ લોકોની ધરપકડ કરીને પાકિસ્તાન સમર્થિત આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો.એક પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર એટીએસએ આ મહિનાની શરૂઆતમાં આ મામલે કેસ નોંધ્યો હતો. આ અંતર્ગત આ ત્રીજી ધરપકડ છે. આ કેસ ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) ની કલમ 18 હેઠળ નોંધવામાં આવ્યો હતો.

અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ઇરફાન રહેમત અલી શેખ તરીકે થઇ છે. તે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલી ખેરવાડીનો રહેવાસી છે અને વ્યવસાયે દરજી છે. અધિકારીએ જણાવ્યું કે, બુધવારે રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

તેની પાસેથી કેટલાક આક્રમક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં રાજ્ય એટીએસ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા ઝાકિર હુસેન શેખ અને રિઝવાન મોમિનની પૂછપરછ દરમિયાન ઈરફાન રહેમતનું નામ સામે આવ્યું હતું.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દેશના જુદા જુદા ભાગોમાં હુમલા કરવાની યોજના ઘડતા છ શકમંદોની ધરપકડ કરી અને આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યા બાદ મહારાષ્ટ્ર એટીએસ દ્વારા તેમની વિરુદ્ધ UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો.આતંકી