Not Set/ ૩ પોલીસકર્મીઓની હત્યા બાદ અન્ય ૬ કર્મીઓએ આપ્યા રાજીનામાં, ગૃહ મંત્રાલયે કર્યો ઇનકાર

શ્રીનગર, આતંકીઓ દ્વારા કથિત રીતે જમ્મુ – કાશ્મીર પોલીસના ૩ કર્મીઓનું અપહરણ કરીને કરવામાં આવેલી હત્યા બાદ શુક્રવારે રાજ્યના અન્ય ૬ પોલીસકર્મીઓએ પોતાની ફરજ પરથી રાજીનામું આપી દીધું છે. આ ૬ પોલીસકર્મીઓએ દ્વારા આપવામાં આવેલા રાજીનામાં અંગે હજી સુધી કોઈ ઓપચારિક પૃષ્ટિ થઇ નથી. જો કે આ વચ્ચે ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, […]

Top Stories India Trending
Ministry ૩ પોલીસકર્મીઓની હત્યા બાદ અન્ય ૬ કર્મીઓએ આપ્યા રાજીનામાં, ગૃહ મંત્રાલયે કર્યો ઇનકાર

શ્રીનગર,

આતંકીઓ દ્વારા કથિત રીતે જમ્મુ – કાશ્મીર પોલીસના ૩ કર્મીઓનું અપહરણ કરીને કરવામાં આવેલી હત્યા બાદ શુક્રવારે રાજ્યના અન્ય ૬ પોલીસકર્મીઓએ પોતાની ફરજ પરથી રાજીનામું આપી દીધું છે.

આ ૬ પોલીસકર્મીઓએ દ્વારા આપવામાં આવેલા રાજીનામાં અંગે હજી સુધી કોઈ ઓપચારિક પૃષ્ટિ થઇ નથી. જો કે આ વચ્ચે ગૃહ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કાશ્મીરમાં કોઈ વિશેષ અધિકારી (SPO) દ્વારા રાજીનામાં આપવામાં આવ્યા નથી.

ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, “જમ્મુ – કાશ્મીરના શોપિયામાં આતંકીઓ દ્વારા કરવામાં આવેલી ૩ પોલીસકર્મીઓની હત્યા મામલે કેટલાક મીડિયા રિપોર્ટમાં કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરના પોલીસ અધિકારીઓએ રાજીનામું આપી દીધું છે.

રાજીનામાં અંગે ફેલાવવામાં આવી રહી છે અફવા

જો કે જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા પૃષ્ટિ કરાઈ છે કે, આ જાણકારી ખોટી છે. તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે, રાજ્યમાં ૩૦૦૦૦થી વધુ SPO છે. સમય સમય પર તેઓની સેવાઓની સમીક્ષા કરવામાં આવે છે. પરંતુ કેટલાક અજાણ્યા તત્વો દ્વારા આ અફવા ફેલાવવામાં આવી રહી છે કે, તેઓની સેવાઓને સ્થાનિક પ્રશાસનનાં કારણોના લીધે એમાં સંશોધન કરાયું નથી. આ કારણે પોલીસકર્મીઓએ રાજીનામું આપી દીધું છે.

છેલ્લા ૫ મહિનામાં ૩૦ પોલીસકર્મીઓએ આપ્યા રાજીનામાં

બીજી બાજુ જોવામાં આવે તો, ચાલુ વર્ષના એપ્રિલ મહિનાથી અત્યારસુધીમાં કાશ્મીરમાં આતંકવાદીઓના ખતરાને જોતા પોતાની નોકરી પરથી રાજીનામું આપનારા પોલીસકર્મીઓની સંખ્યા ૩૦ની ઉપર પહોચી છે.

આતંકવાદીઓ દ્વારા ૩ પોલીસકર્મીઓની કરાઈ હતી હત્યા

મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારના રોજ ૨ એસપીઓ સહિત ૩ પોલીસકર્મીઓ ગુમ થયા હોવાની માહિતી મળી હતી. જો કે ત્યારબાદ સમાચાર સામે આવ્યા હતા કે, આતંકવાદીઓ દ્વારા પોલિસકર્મીઓનું તેઓના ગામમાંથી અપહરણ કરીને લઇ જવામાં આવ્યા હતા અને તેઓની હત્યા કરવામાં આવી હતી.

આતંકવાદીઓ દ્વારા કરાયેલી ૩ પોલીસકર્મીઓની હત્યા બાદ તેઓનો મૃતદેહ શોપિયાના વનગામમાંથી મળ્યાં હતા.