ENG vs WI/ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ T20 સીરીઝ માટે ઈંગ્લેન્ડે ટીમની કરી જાહેરાત, આ ખેલાડીઓને મળી તક

ઈંગ્લેન્ડનાં પસંદગીકારોએ આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝ સામેની 5 મેચની T20 સીરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ઈંગ્લેન્ડની 16 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે.

Sports
England Team

ઈંગ્લેન્ડનાં પસંદગીકારોએ આગામી મહિને વેસ્ટ ઈન્ડિઝ સામેની 5 મેચની T20 સીરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ઈંગ્લેન્ડની 16 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. તેમાં બે અનકેપ્ડ ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. ટીમની કમાન ઇયોન મોર્ગનને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો – U19 Asia Cup / ટીમ ઈન્ડિયાની ધમાકેદાર શરૂઆત, UAE ની ટીમને 154 રનનાં વિશાળ અંતરથી હરાવ્યું

ડાબા હાથનાં ઝડપી બોલર અને અનકેપ્ડ ડેવિડ પેને પ્રથમ વખત ટીમમાં સ્થાન મેળવ્યું છે. તેના સિવાય જ્યોર્જ ગાર્ટન ટીમમાં સામેલ થનાર બીજો અનકેપ્ડ ખેલાડી છે. બાર્બાડોસમાં 22-30 જાન્યુઆરી દરમ્યાન રમાનારી પાંચ મેચની T20 સીરીઝ માટે પોલ કોલિંગવૂડને ટીમનાં મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટીમમાં 11 ખેલાડીઓ છે, જેમણે ગયા મહિને નવેમ્બરમાં T20 વર્લ્ડકપમાં ભાગ લીધો હતો. 30 વર્ષીય પેનને આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડની ODI ટીમમાં લેવામાં આવ્યો હતો. તેને પાકિસ્તાન સામેની સીરીઝમાં રમવાની તક મળી ન હોતી. ડેવિડ મલાન, જોની બેયરસ્ટો, જોસ બટલર, માર્ક વુડ, ક્રિસ વોક્સ, ટોમ કરન અને ડેવિડ મિલીનો T20 ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ T20 સીરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ

ઈયોન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, સેમ બિલિંગ્સ, લિયામ ડોસન, જ્યોર્જ ગાર્ટન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, સાકિબ મહમૂદ, ટાઈમલ મિલ્સ, ડેવિડ પેન, આદિલ રશીદ, જેસન રોય, ફિલ સોલ્ટ, રાઈસ ટોપલી, જેમ્સ વિન્સ.

આ પણ વાંચો – IPL / BCCI દ્વારા IPLની મેગા ઓક્શનની તારીખો એક જ દિવસમાં બદલાઈ, આ તારીખે યોજાશે મેગા ઓક્શન

ઈંગ્લેન્ડ ટીમનાં મુખ્ય કોચ પોલ કોલિંગવૂડે કહ્યું, ‘અમે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડકપ પહેલા તૈયારીઓ શરૂ કરતા અમે કેટલીક ગંભીર બેટિંગ પાવર અને બેલેન્સ એટેક સાથે મજબૂત ટીમ પસંદ કરી છે. વર્લ્ડકપમાં એક વર્ષથી ઓછો સમય બાકી છે અને એશિઝ ટીમમાં ખેલાડીઓની ગેરહાજરી ટીમ માટે તકો વધારશે.