T20 World Cup/ 2022 નાં T20 વર્લ્ડકપ માટે આઠ ટીમો ક્વોલિફાઈ, ઈતિહાસની સૌથી ખતરનાક ટીમ બહાર

2022માં યોજાનારા આ વર્લ્ડકપ માટે ઓટોમેટિક ક્વોલિફાયરની પણ પુષ્ટિ થઈ ગઈ છે. શનિવારે ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમની હાર થતાં જ તે નક્કી થઈ ગયું હતું. હવે આઠ ટીમો પોતાના દમ પર ક્વોલિફાઈ થઈ ગઈ છે.

Top Stories Sports
T20 World Cup 2022

ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાનની ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જીત બાદ T20 વર્લ્ડકપ 2021 નાં ટાઈટલ રેસમાંથી બહાર થઇ ગઇ છે. ટીમ ઈન્ડિયા માટે હવે આગામી વર્લ્ડકપની તૈયારી કરવાનો સમય છે અને પોતાની ટીમ કેટલી મજબૂત છે તે બતાવવા માટે પૂરી પ્રેક્ટિસ કરવાનો સમય છે. આપ વિચારતા હશો કે હજુ તો ચાલુ ટૂર્નામેન્ટ ખતમ પણ થઇ નથી અને આગામી વર્લ્ડકપની વાત થઇ રહી છે. તો અમે આપને જણાવી દઇએ કે, આગામી વર્લ્ડકપ 2022 માં થવાનો છે.

T20 World Cup 2022

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાન કેપ્ટન ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન કોહલી અને મેથ્યુ હેડનની એક્સક્લુઝિવ ક્લબમાં જોડાયો

આપને જણાવી દઇએ કે, T20 વર્લ્ડકપ 2021 બાદ હવે આગામી વર્લ્ડકપ પણ T20 ફોર્મેટમાં રમાશે. આવતા વર્ષે એટલે કે 2022માં યોજાનારા આ વર્લ્ડકપ માટે ઓટોમેટિક ક્વોલિફાયરની પણ પુષ્ટિ થઈ ગઈ છે. શનિવારે ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમની હાર થતાં જ તે નક્કી થઈ ગયું હતું. હવે આઠ ટીમો પોતાના દમ પર ક્વોલિફાઈ થઈ ગઈ છે. તમે વિચરાતા હશો કે આ આઠ ટીમ કઇ છે. તો અમે તમને જણાવી દઇએ કે, આ આઠ ટીમોમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ. આ આઠ ટીમો આવતા વર્ષનાં T20 વર્લ્ડકપ માટે સુપર-12માં રમશે. ક્વોલિફાય થવા માટે, તમારે T20 વર્લ્ડકપનાં વિજેતા અથવા રનર-અપ બનવું પડશે જ્યારે બાકીની છ ટીમો એવી છે જે ICC રેન્કિંગમાં ટોચ પર છે. આ માટે એક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, ત્યારબાદ ટીમોને તેમની સ્થિતિનાં આધારે સુપર 12 માટે લાયક જાહેર કરવામાં આવે છે. આ વખતે અંતિમ તારીખ 15 નવેમ્બર સોમવાર રાખવામાં આવી છે. વેસ્ટ ઈન્ડિઝ હાલમાં 10માં ક્રમે છે કારણ કે તેઓ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા હતા અને સમયમર્યાદા પૂરી થયા પછી પણ તેમનું સ્થાન યથાવત રહેશે.

T20 World Cup 2022

આ પણ વાંચો – T20 World Cup / કપિલ દેવે T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનાં ટોપ-4 માંથી નિકળ્યા બાદ IPL ને લઇને આપ્યું મોટું નિવેદન

શ્રીલંકાએ પણ આવતા વર્ષે યોજાનાર વર્લ્ડકપ માટે ફરીથી ક્વોલિફાયર રમવું પડશે. જ્યારે મહમુદુલ્લાહનાં બાંગ્લાદેશને આગામી વખતે કોઈ ક્વોલિફાયર રમવાની જરૂર નથી કારણ કે તેઓ આવતા વર્ષ માટે સીધા સુપર 12 માટે ક્વોલિફાઇ થઈ ગયા છે. બાંગ્લાદેશની ટીમનું રેન્કિંગ 8 છે. આ વખતે તેઓ બીજા રાઉન્ડની તેમની તમામ પાંચ મેચ હારી ગયા. શનિવાર પહેલા, ટોચની છ ટીમોએ પણ આગામી વર્ષનાં સુપર 12 માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. આ ટીમો ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ભારત, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા છે.