Not Set/ હોર્સ ટ્રેડિંગને છોડો, કોંગ્રેસે આખું અસ્તબલ વેચી ખાધું છે : અમિત શાહ

બેંગલુરુ, બીજેપીના નેતા બી.એસ. યેદિયુરપ્પા કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી ચૂક્યા છે ત્યારે હવે બુધવારે જેડીએસના નેતા કુમારાસ્વામી નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ અંગે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, “આ અપવિત્ર ગઠબંધન દ્વારા બનેલી સરકાર લાંબો સમય સુધી ચાલે તેવી સંભાવના નથી. પરંતુ આ બધાથી જુદો હવે એ સવાલ દરેકના મનમાં ઉભો […]

Top Stories India Trending
amit shah હોર્સ ટ્રેડિંગને છોડો, કોંગ્રેસે આખું અસ્તબલ વેચી ખાધું છે : અમિત શાહ

બેંગલુરુ,

બીજેપીના નેતા બી.એસ. યેદિયુરપ્પા કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી ચૂક્યા છે ત્યારે હવે બુધવારે જેડીએસના નેતા કુમારાસ્વામી નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ અંગે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, “આ અપવિત્ર ગઠબંધન દ્વારા બનેલી સરકાર લાંબો સમય સુધી ચાલે તેવી સંભાવના નથી. પરંતુ આ બધાથી જુદો હવે એ સવાલ દરેકના મનમાં ઉભો થયો છે કે છેવટે બહુમતનો આંકડો મળ્યો નથી તેમ છતાં પણ 15 દિવસમાં સરકાર બનાવી દીધી હોત”.

અમિત શાહે આ અંગે જણાવતા કહ્યું,

અમિત શાહે બહુમતી અંગેના જુગાડ અંગે કહ્યું હતું કે, ‘જો અમને 15 દિવસનો સમય મળ્યો હોત તો અમે સહેલાઈથી બહુમતી સાબિત કરી દીધી હોત. વિપક્ષી ધારાસભ્ય જયારે પોતાના મતક્ષેત્રમાં જાય ત્યારે તેમનું મન આપોઆપ બદલાઈ જાત, પરંતુ તેમને તેમની પાર્ટીઓએ હોટલો અને અન્ય જગ્યાઓ પર બંદી બનાવીને રાખ્યા હતા.’

કોંગ્રેસે ન ફક્ત હોર્સ ટ્રેડિંગ કરી, પરંતુ પૂરેપૂરું અસ્તબલ જ વેચી ખાધું

અમિત શાહે કોંગ્રેસના ‘હોર્સ ટ્રેડિંગ‘ના આરોપને ફગાવી દેતા કહ્યું હતું કે, “કોંગ્રેસે ન ફક્ત હોર્સ ટ્રેડિંગ કર્યું, પરંતુ પૂરેપૂરું અસ્તબલ જ વેચી ખાધું છે”.

રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભ્રષ્ટાચારી કહેવામાં આવ્યા છે તે અંગે અમિત શાહે કહ્યું હતું કે, “તેઓ કોંગ્રેસ અધ્યક્ષની ટીપ્પણીઓને ગંભીરતાથી લેતા નથી. બીજેપી અધ્યક્ષે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેમની પાર્ટી વર્ષ ૨૦૧૪ની તુલનામાં ૨૦૧૯માં વધારે બેઠકો ઉપર જીત મેળવશે”.

કર્ણાટકમાં માત્ર અઢી દિવસમાં પડી ગઈ ભાજપની સરકાર

ઉલ્લેખનીય છે કે, શનિવારે બીજેપીના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાને કર્ણાટક વિધાનસભામાં બહુમતી સાબિત નહિ કરી શકવાની સ્થિતિમાં રાજીનામું આપવું પડ્યું હતું. રાજ્યમાં માત્ર ૫૫ કલાક જ બીજેપીની સરકાર ચાલી હતી. બહુમતી સાબિત ન કરી શકવાના કારણે ભાજપની ભારે હાંસી થઈ હતી અને ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ સમગ્ર પ્રકરણમાં બીજેપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યા હતા. તેમણે એટલે સુધી કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ જ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યા છે.