બિહારમાં અચાનક લોકોના બેંક ખાતામાં નાણાં આવવાનો સિલસિલો યથાવત છે. ખાતામાં સતત મોટી રકમ આવી રહી છે. કટિહારના કેસની ચર્ચા હજુ પૂરી થઈ નથી કે મુઝફ્ફરપુર જિલ્લામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બેંક ખાતામાં 52 કરોડ રૂપિયાથી વધુ રકમ આવી છે. જે વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમના ખાતામાં આ રકમ મળી છે તેઓ ખુશી વ્યક્ત કરી શકતા નથી.
આ પણ વાંચો :ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન કોહલીએ ઈન્ડિયાનાં કેપ્ટન સમાન PM મોદીને પાઠવી જન્મદિવસની શુભકામનાઓ
આપને જણાવી દઈએ કે, મુજફ્ફરપુર જીલ્લામાં રહેતા રામ બહાદુર શાહ પોતાના વૃદ્ધ પેન્શનની રકમ ચેક કરાવવા માટે એસીએસપી સંચાલક પાસે ગયા હતા. જ્યાં રામ બહાદુરના ખાતામાં 52કરોડથી વધુની રકમ હોવાનું સંચાલકે જણાવતા બધા ચોંકી ઉઠ્યા હતા કે આટલી મોટી રકમ આવી ક્યાંથી ? વૃદ્ધે જણાવ્યું હતું કે તેઓ ખેતી કરીને જીવન પસાર કરે છે. તેના દીકરાએ જણાવ્યું હતું કે મારા પિતાજીના ખાતામાં 52 કરોડથી વધુની રકમ આવી જતા અમે લોકો પણ ચોંકી ઉઠ્યા છીએ. અમે ખેડૂત છીએ, ગરીબ પરિવારમાંથી છીએ અને સરકાર દ્વારા અમને પણ કંઇક મદદ કરવામાં આવે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીનો જન્મદિવસ અને ટ્વિટર પર રાષ્ટ્રીય બેરોજગાર દિવસનો ટ્રેન્ડ, લોકોએ કહ્યું – બે કરોડ નોકરીઓ ક્યાં છે?
આ મામલે કટરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર મનોજ પાંડેએ જણાવ્યું છે કે સ્થાનિક લોકો અને મીડિયાના માધ્યમથી તેઓને જાણકારી મળી છે કે સિંગારીના એક વ્યક્તિના ખાતામાં 52 કરોડથી વધુ રૂપિયા આવી ગયા છે. જેને લઇને અધિકારીઓ દ્વારા જે પણ આદેશ આપવામાં આવશે તેનું અમે પાલન કરીશું.
આ પણ વાંચો : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સામાન્ય દર્દી બની હોસ્પિટલ ગયા તો ગાર્ડે ફટકારી લાકડી, પછી જાણો શું થયું ?
હાલમાં, અમે સ્થાનિક ચોકીદારને આ બાબતે જાણ કરી છે. આવતીકાલે સવારે પોલીસ અધિકારી જઇને આ મામલાની તપાસ કરશે અને તે અધિકારીઓની સંબંધિત બેંકમાં પણ પૂછપરછ કરવામાં આવશે જેમાં તેનું ખાતું છે.
આ પણ વાંચો : PM મોદીને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ જન્મદિવસની પાઠવી શુભકામનાઓ
નોંધનીય છે કે અગાઉ કટિહારમાં બે શાળાના વિદ્યાર્થીઓના બેંક ખાતામાં 960 કરોડ રૂપિયા આવવાના સમાચાર આવ્યા બાદ લોકોને આશ્ચર્ય થયું હતું. જોકે, આ સમાચાર પાછળથી બેન્કે ટેકનીકલ ખામી તરીકે જણાવ્યા હતા. જ્યારે ખાગરીયામાં એક વ્યક્તિના ખાતામાં 5.50 લાખ રૂપિયા આકસ્મિક રીતે આવી ગયા હતા.
આ પણ વાંચો :PM મોદીનો આજે રાજ્ય અને દેશભરમાં મનાવાશે જન્મદિવસ