નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં સહયોગી ભાજપ અને શિવસેનાની ચણભણ અટકવાના બદલે વધી રહી છે. શિવસેનાના મુખપત્ર ‘સામના’માં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો ઈન્ટરવ્યું છપાયો છે. જેમાં તેણે કહ્યું છે કે, હું PM મોદીની માટે નહીં પણ સામાન્ય લોકોના સપના માટે લડી રહ્યો છું.
આ ઈન્ટરવ્યુંનો પહેલો ભાગ આજે samana.com પર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ઇન્ટરવ્યુંમાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને મોદીને નિશાન પર રાખ્યા છે. ઉદ્ધવે કહ્યું છે કે, PM મોદીના સપનાની માટે નહીં, સામાન્ય લોકોના સપનાની માટે લડી રહ્યો છું.
એક સવાલના જવાબમાં શિવસેનાના પ્રમુખે જણાવ્યું હતું કે, અમે કોઈ એકના મિત્ર નથી, પરંતુ ભારતીય જનતાના મિત્ર છીએ.
વાતચીતમાં ઉદ્ધવે ઈશારો ઈશારોમાં ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, શિકાર તો હું જ કરીશ, પરંતુ આ માટે ન તો મને બીજાના ખંભાની જરૂરત છે અને ના તો બંધુક ની.
ઉદ્ધવે અવિશ્વાસ પ્રસ્તાવ અંગે શિવસેનાના બહિષ્કાર અંગે પોતાની વાત રજૂ કરી હતી. ન પક્ષ અને ન વિપક્ષને સમર્થન આપવાના સવાલ અંગે ઉદ્ધવે વિપક્ષી દળોની પર પણ નિશાન સાધ્યું હતું કે, જ્યારે અમે સરકારની ખોટી નીતિઓનો વિરોધ કરી રહ્યા હતા તો ત્યારે કોણ અમારી સાથે આવ્યું હતું,
આવતા વર્ષે લોકસભાની ચૂંટણી દરમિયાન બીજેપી મહારાષ્ટ્રમાં એકલાં ચૂંટણી લડી શકે છે. બીજેપીના અધ્યક્ષ અમિત શાહે પાર્ટી કાર્યકર્તાઓની એક બેઠકમાં આ માટે તૈયાર રહેવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું કે, કાર્યકર્તા ૨૦૧૯માં એકલા ચૂંટણી લડવાની તૈયારી કરે.
હકીકતમાં અવિશ્વાસ પ્રસ્તાવ અંગે શિવસેનાએ મોદી સરકારને સાથ આપ્યો ન હતો અને મતદાન સમયે ગેરહાજર રહ્યા હતા. આ પછી બીજેપીને પોતાના સાથી પક્ષ શિવસેનાને લઈને ઘણી નારાજગી છે.
શિવસેનાના સાંસદ અવિશ્વાસ પ્રસ્તાવ અંગેની ચર્ચા દરમિયાન પણ ગૃહમાં ગેરહાજર રહ્યા હતા. બીજેપી ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં તમામ ૪૮ લોકસભા બેઠકો માટે પ્રભારીઓની જાહેરાત કરી શકે છે.
જ્યારે બીજી તરફ શિવસેના અગાઉથી કહી ચૂકી છે કે, તેઓ લોકસભાની ચૂંટણી એકલાં હાથે લડશે.