ગુજરાત
ગુજરાત મહિલા ફુટબોલ ટીમની કેપ્ટન માનસી વખારીયાનુ ગત રોજ મોત નિપજ્યુ છે. માનસીની ઉંમર ૧૮ વર્ષની હતી અને તે રાજ્યકક્ષા સહિત નેશનલ અને ઈન્ટરનેશનલ ફુટબોલ મેચમાં પણ રમી ચુકી હતી.
તે એક સારી મિડફિલ્ડર હતી અને વર્ષ ૨૦૦૫માં તેણે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો, જ્યાં તે ઈન્ટરનેશનલ મેચ રમી હતી. માનસી વખારીયા એક ગંભીર બિમારીમાં સપડાઈ હતી, જેના કારણે તે એક સપ્તાહથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. જોકે આખરે તેણે જિંદગી સામેની મેચ હારી દીધી.
માનસીની અમદાવાદની ડો.જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જ્યાં ગત રોજ તેનુ નિધન થયુ. માનસીના મોતથી ગુજરાતની મહિલા ફુટબોલ ટીમને મોટી ખોટ વર્તાઈ છે.
માનસીના પિતા કલ્પેશ વખારીયાના જણાવ્યા મુજબ ૧૮ વર્ષીય માનસી શહેરની એચએલ કોમર્સ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
સપ્તાહ પહેલા માનસીની તબિયત લથડી હતી અને તે અચાનક કોમામાં સરી પડી હતી. જે ક્યારેય પાછી ન આવી. જેજી ઈન્ટરનેશના કોચ કુલદીપ ગાંધીના જણાવ્યા મુજબ માનસીએ રાજ્યની દરેક પ્રકારની ગેમમાં પ્રતિનિધિત્વ કર્યુ છે.
તેણે નેશનલ ચેમ્પિયનશિપમાં સ્ટેટ સ્ક્વોર્ડની દરેક કેટેગરીને લીડ કરી હતી. માનસી પાસે અભૂતપૂર્વ પ્રતિભા અને સેન્સ હતી. મહત્વનુ છે કે, વર્ષ ૨૦૧૫માં ભારતની અંડર-૧૬ ફુટબોલ ટીમનુ માનસીએ પ્રતિનિધિત્વ કર્યુ હતું.