Not Set/ ભાજપના યુવા નેતાને આત્મહત્યા કરવા પ્રેરનાર ભાજપ અને કોંગ્રેસ નેતાઓની પોલીસે કરી ધરપકડ

વડોદરા, વડોદરાના કરજણ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ પિનાકિન પટેલની આત્મહત્યા મામલે એક વર્ષ બાદ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. કંથારીયા ગામના વતની એવા પિનાકિન પટેલે  વ્યાજખોરોના ત્રાસથી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા બાદ પોલીસે તેમના ઘેરથી સ્યુસાઈડ નોટ કબ્જે કરી હતી. કરજણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ ચાવડા અને ભાજપના માજી જિલ્લા મહામંત્રી […]

Gujarat Vadodara Trending
mantavya 1 126 ભાજપના યુવા નેતાને આત્મહત્યા કરવા પ્રેરનાર ભાજપ અને કોંગ્રેસ નેતાઓની પોલીસે કરી ધરપકડ

વડોદરા,

વડોદરાના કરજણ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ પિનાકિન પટેલની આત્મહત્યા મામલે એક વર્ષ બાદ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. કંથારીયા ગામના વતની એવા પિનાકિન પટેલે  વ્યાજખોરોના ત્રાસથી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

આત્મહત્યા બાદ પોલીસે તેમના ઘેરથી સ્યુસાઈડ નોટ કબ્જે કરી હતી. કરજણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ ચાવડા અને ભાજપના માજી જિલ્લા મહામંત્રી પ્રવિણસિંહ અટાલિયા સામે 306.384.114 મુજબ ફરિયાદ નોંધી છે. પોલીસે આરોપી પ્રવિણસિંહ અટાલિયા અને ભરતસિંહની ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદ બાદ તપાસમાં અન્ય નામ ખુલવાની સંભાવના છે.