NASA/ નાસા ભારતના સ્પેસ સ્ટેશનના નિર્માણમાં ઈસરોને મદદ કરશે

અમેરિકાની સ્પેસ એજન્સી NASAએ કહ્યું છે કે અમેરિકા ભારતને તેનું સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ કરવા તૈયાર છે. નાસાના પ્રશાસક બિલ નેલ્સને તેમની ભારત મુલાકાત દરમિયાન જણાવ્યું હતું

Trending Tech & Auto
YouTube Thumbnail 2023 11 29T152624.183 નાસા ભારતના સ્પેસ સ્ટેશનના નિર્માણમાં ઈસરોને મદદ કરશે

અમેરિકાની સ્પેસ એજન્સી NASAએ કહ્યું છે કે અમેરિકા ભારતને તેનું સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ કરવા તૈયાર છે. નાસાના પ્રશાસક બિલ નેલ્સને તેમની ભારત મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે અમેરિકા અને ભારત આવતા વર્ષના અંત સુધીમાં એક ભારતીય અવકાશયાત્રીને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર મોકલવાની યોજના ધરાવે છે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન આગામી વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નાસા સાથેના સંયુક્ત સાહસમાં અત્યાધુનિક ઉપગ્રહ NISAR લોન્ચ કરશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહ સાથેની બેઠકમાં નેલ્સને બંને દેશો વચ્ચે અવકાશ ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી. આ સંદર્ભમાં, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઇસરો ગગનયાનના મોડ્યુલ માઇક્રોમેટિઓરોઇડ અને ઓર્બિટલ ડેબ્રિસ પ્રોટેક્શન શિલ્ડના પરીક્ષણ માટે નાસાના HVIT નો ઉપયોગ કરવાની સંભાવના પર વિચાર કરી રહ્યું છે.”

આ બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા આવતા વર્ષે ભારતીય અવકાશયાત્રીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવાની ઓફર પર પણ ચર્ચા થઈ હતી. “આ અવકાશયાત્રીની પસંદગી ISRO દ્વારા કરવામાં આવશે,”તેમને સિંઘને દેશના પ્રથમ અવકાશયાત્રીને નાસાના રોકેટ પર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવાની યોજનાને ઝડપી બનાવવા પણ વિનંતી કરી છે.

નાસા દ્વારા આવતા વર્ષે ભારતીય અવકાશયાત્રીઓ માટે ખાનગી અવકાશયાત્રી મિશનની શક્યતા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. એક પ્રશ્નના જવાબમાં નેલ્સને કહ્યું કે જો ભારત ઈચ્છે તો અમેરિકા સ્પેસ સ્ટેશન બનાવવામાં મદદ કરવા તૈયાર છે. તેમને કહ્યું, “મને લાગે છે કે ભારત 2040 સુધીમાં કોમર્શિયલ સ્પેસ સ્ટેશન બનાવવા માંગે છે. જો ભારત અમારી સાથે સહયોગ કરવા માંગે છે, તો અમે ચોક્કસપણે ઉપલબ્ધ છીએ. જો કે, તે ભારત પર નિર્ભર છે.” વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોને 2035 સુધીમાં ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવા અને 2040 સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રીઓ ઉતારવાનું લક્ષ્ય રાખવા જણાવ્યું છે. NASA ISRO સિન્થેટિક એપરચર રડાર લગભગ 1.5 અબજ ડોલરના ખર્ચે બનાવવામાં આવ્યું છે. તેને દેશના જીએસએલવી રોકેટથી આવતા વર્ષે લોન્ચ કરવામાં આવશે.


આ પણ વાંચો:Google Drive/ગૂગલ ડ્રાઇવમાંથી ફાઈલો ગાયબ થઈ રહી છે, ફરિયાદો વધતાં કંપનીએ તપાસ શરૂ કરી

આ પણ વાંચો:New Rules!/સિમ કાર્ડ વેચવું અને ખરીદવું હવે  બનશે મુશ્કેલ, 1 ડિસેમ્બરથી લાગુ થઇ રહ્યા છે કડક નિયમો

આ પણ વાંચો:Redmi 13C/રેડમી 6 ડિસેમ્બરે એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે, તેમાં પાવરફુલ 50MP કેમેરા હશે