Not Set/ IND V/S ENG : કેપ્ટન કોહલી ૫૧ રન બનાવી આઉટ, ભારત – ૧૬૨/૯

બર્મિઘમ, બર્મિઘમના એજ્બેસ્ટન ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ રોમાંચક સ્થિતિમાં જોવા મળી રહી છે. યજમાન ઇંગ્લેન્ડની ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૯૪ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમે ત્રીજા દિવસના અંત સુધી ૫ વિકેટે ૧૧૦ રન બનાવી લીધા છે અને જીતથી ૮૪ રન દૂર છે. જયારે બીજી બાજુ ઇંગ્લેન્ડની ટીમ પણ પોતાની ઐતિહાસિક […]

Trending Sports
IND V/S ENG : કેપ્ટન કોહલી ૫૧ રન બનાવી આઉટ, ભારત - ૧૬૨/૯

બર્મિઘમ,

બર્મિઘમના એજ્બેસ્ટન ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ રોમાંચક સ્થિતિમાં જોવા મળી રહી છે. યજમાન ઇંગ્લેન્ડની ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૯૪ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમે ત્રીજા દિવસના અંત સુધી ૫ વિકેટે ૧૧૦ રન બનાવી લીધા છે અને જીતથી ૮૪ રન દૂર છે. જયારે બીજી બાજુ ઇંગ્લેન્ડની ટીમ પણ પોતાની ઐતિહાસિક ૧૦૦૦મી ટેસ્ટ મેચમાં વિજયથી ૫ વિકેટ દૂર છે.

ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા ૧૯૪ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમની પણ શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર બેટ્સમેન મુરલી વિજય ૬ રન અને શિખર ધવન ૧૩ રન બનાવી ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડના શિકાર બન્યા હતા. જો કે ત્યારબાદ કે એલ રાહુલ અને આર. અશ્વિને ૧૩-૧૩ રન બનાવ્યા હતા. જયારે ત્રીજા દિવસના અંતે પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર સદી ફટકારનાર કેપ્ટન વિરાટ કોહલી ૪૩ રન અને દિનેશ કાર્તિક ૧૮ રને રમતમાં છે.

Djrr4v2X0AEgyMA IND V/S ENG : કેપ્ટન કોહલી ૫૧ રન બનાવી આઉટ, ભારત - ૧૬૨/૯

પ્રથમ ઇનિંગ્સમાં ૧૩ રનની લીડ મેળવ્યા બાદ ઇંગ્લેન્ડ ટીમનો બીજી ઇનિંગ્સમાં ધબડકો થયો હતો અને માત્ર ૧૮૦ રનમાં જ સમેટાઈ ગઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી માત્ર સેમ કુરાને સૌથી વધુ ૬૩ રન બનાવ્યા હતા. જયારે ભારત તરફથી ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ ૫ વિકેટ તેમજ સ્પિન બોલર આર. અશ્વિને ૩ અને ઉમેશ યાદવે ૨ વિકેટ ઝડપી હતી.

આ પહેલા કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદી સાથે ભારતે પહેલી ઇનિંગ્સમાં ૨૭૪ રન નોધાવ્યા હતા. ઓપનર બેટ્સમેન શિખર ધવન અને મુરલી વિજયની જોડીએ પ્રથમ વિકેટ માટે ૫૦ રનની ભાગીદારી નોધાવ્યા બાદ ટીમનો ધબડકો થયો હતો. ધવને ૨૬ રન જયારે વિજયે ૨૦ રન નોધાવ્યા હતા.

જો કે ત્યારબાદ ભારતીય ટીમનો ધબડકો થયો હતો. કે એલ રાહુલ ૪, અજીન્ક્ય રહાને ૧૫, વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક પોતાનું ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં ભેગો થયો હતો, જયારે બીજી બાજુ કેપ્ટન વિરાટ કોહલીએ ટીમનો એક છેડો સાચવી રાખી સદી ફટકારતા ૧૪૯ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ સાથે જ કોહલીએ પોતાના કેરિયરની ૨૨મી સદી ફટકારી હતી.

જયારે ઈંગ્લેંડ તરફથી સામ કુરાને સૌથી વધુ ૪ વિકેટ જયારે બેન સ્ટોક્સ અને આદિલ રશીદે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેંડની ટીમ સ્પિન બોલર આર. અશ્વિન અને ફાસ્ટ બોલર મોહમ્મદ શામીની શાનદાર બોલિંગ સામે પોતાની પહેલી ઇનિંગ્સમાં ૨૮૭ રન જ બનાવી શકી હતી.

ટેસ્ટ મેચના પહેલા સત્રમાં જ યજમાન ટીમના ઓપનર એલિસ્ટર કૂકને ૯મી ઓવરમાં જ અશ્વિને પેવેલિયનમાં મોકલ્યા હતા. ત્યારબાદ ઓપનર બેટ્સમેન કેટન જેનિંગ્સ અને કેપ્ટન જો રુટ વચ્ચે બીજી વિકેટ માટે ૭૨ રનની ભાગીદારી નોધાવી હતી. ઓપનર બેટ્સમેન જેનિંગ્સ ૪૨ રન બનાવી ઝડપી બોલર મોહમ્મદ શામીનો પહેલો શિકાર બન્યો હતો.

જો કે ત્યારબાદ કેપ્ટન જો રુટ અને જોની બેયર્સ્ટો વચ્ચે ચોથી વિકેટ માટે ૧૦૪ રનની ભાગીદારી નોધાવી હતી અને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોચાડી હતી. રૂટે ૮૦ રન બનાવી રન આઉટ થયો હતો, જયારે જોની બેયર્સ્ટો ૭૦ રન બનાવી ઝડપી બોલર ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો.

પરંતુ ત્યારબાદ યજમાન ટીમનો ધબડકો થયો હતો અને સમયાંતરે વિકેટ ગુમાવી હતી અને પૂરી ઈંગ્લેંડની ટીમ ૨૮૭ રન બનાવી શકી હતી. ભારત તરફથી સ્પિન બોલર આર.અશ્વિને સૌથી વધુ ૪ વિકેટ, જયારે મોહમ્મદ શામીએ ૩ અને ઉમેશ યાદવઅને ઇશાંત શર્માએ ૧-૧ વિકેટ ઝડપી હતી.