King Kohli/ સદી ફટકાર્યા બાદ ‘કિંગ કોહલી’એ કર્યું કંઈક આવું, જોઈને તમે પણ થઈ જશો હેરાન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી છે. કોહલીએ 241 બોલનો સામનો કરીને સદી ફટકારી છે.

Top Stories Sports
King Kohli

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે King Kohli રમાઈ રહેલી ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી છે. કોહલીએ 241 બોલનો સામનો કરીને સદી ફટકારી છે. લગભગ 3 વર્ષ બાદ વિરાટ કોહલીએ ટેસ્ટમાં સદી ફટકારી છે. આ પહેલા તે King Kohli છેલ્લી 15 ઇનિંગ્સમાં અડધી સદી પણ ફટકારી શક્યો ન હતો.

કોહલીએ અલગ રીતે ખુશી વ્યક્ત કરી હતી
આ ઇનિંગની વાત કરીએ તો સદી ફટકારતા પહેલા કોહલીએ King Kohli માત્ર 5 ચોગ્ગા ફટકાર્યા હતા અને સ્ટ્રાઇક રોટેટ કરતી વખતે મોટાભાગના રન બનાવ્યા હતા. ટેસ્ટમાં કોહલીની આ 28મી સદી છે. ટેસ્ટમાં આટલા લાંબા અંતર બાદ સદી ફટકાર્યા બાદ કોહલીના પ્રશંસકો તેની પ્રતિક્રિયા જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

વાસ્તવમાં, સદી ફટકાર્યા પછી, કોહલી ઘણીવાર આક્રમક રીતે King Kohli ખુશી વ્યક્ત કરે છે. પરંતુ, આ વખતે સદી ફટકાર્યા બાદ તેના ચહેરા પર હળવું સ્મિત જોવા મળ્યું હતું. આ સાથે જ તેણે ખૂબ જ નમ્રતાથી સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો અને સાથી ખેલાડીઓનું અભિવાદન સ્વીકાર્યું. કોહલીની આ સ્ટાઈલ જોઈને ઘણા યુઝર્સ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પોસ્ટ શેર કરી રહ્યા છે.

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 1025 દિવસ બાદ આ સદી King Kohli ફટકારી હતી. આમ ત્રણ વર્ષના લાંબા ઇંતેજારનો અંત આવ્યો હતો. તેથી ફક્ત કોહલી જ નહી પણ તેના પ્રશંસકો માટે પણ આ સદી ખાસ હતી.

વિરાટ કોહલીએ ચાલુ વર્ષે શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાં King Kohli સદી ફટકારી તેનું ફોર્મ પરત મેળવ્યું હતું. તેના પહેલા કોહલીએ ટી-20 વર્લ્ડ કપમાં પણ ખરા સમયે જબરજસ્ત દેખાવ કરીને અને તેમા પણ પાકિસ્તાન સામે અફલાતૂન ઇનિંગ્સ રમીને ચાહકો જ નહી સમગ્ર ક્રિકેટ વિશ્વને સ્તબ્ધ કરી દીધુ હતુ. પાકિસ્તાન સામેની કોહલીની ટી-20 ઇનિંગ્સ ક્રિકેટમાં અને તેમા પણ ખાસ કરીને ટી20 ક્રિકેટના ઇતિહાસમાં સીમાચિન્હરૂપ લેખાય છે. કોહલીની ઇનિંગ્સે બતાવ્યું કે ટી20 ક્રિકેટ પણ કલાત્મક રીતે તથા આકર્ષક અને આક્રમક રીતે રમી શકાય છે. ભારતને આઠ બોલમાં 29 રન જોઈતા હતા ત્યારે કોહલીની આ બેટિંગના લીધે ભારત વિજયી બનીને ઉભર્યુ હતુ. તેના પછી કોહલીએ વન-ડેમાં ફોર્મ પરત મેળવ્યુ અને હવે તેનું ટેસ્ટમાં ફોર્મ પરત મેળવવાની રાહ જોવાતી હતી, તે ફોર્મ પણ હવે તેણે પરત મેળવી લેતા ભારતીય ક્રિકેટ ટીમે મોટો હાશકારો અનુભવ્યો છે.