મોસ્કો,
ગુરુવારથી રશિયાના મોસ્કોમાં ફુટબોલના મહાકુંભનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્લ્ડકપમાં ફુટબોલની ટોચની ૩૨ ટીમોમાં કુલ ૭૩૬ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે, ત્યારે આ ટીમોમાં ભાગ લઇ રહેલા દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. બીજી બાજુ, ૧૪ જૂનથી શરુ થઇ રહેલા આ મહાસંગ્રામને લઇ ફ્રેન્ડસ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ફૂટબોલના વર્લ્ડકપની ઉદ્ઘાટન મેચ રશિયા અને સાઉદી અરબ વચ્ચે ભારતીય સમય અનુસાર રાત્રે ૮.૩૦ વાગ્યે રમાશે.
આ વર્લ્ડકપમાં ટોચની ૩૨ ટીમો વચ્ચે ગ્રુપસ્ટેજમાં ૪૮ મેચો રમશે ત્યારે આ ટીમો વચ્ચે કાંટાની ટક્કર હોવા મળી શકે છે, જો કે આ સ્ટેજમાં દર્શકોને પાંચ હાઈ વોલ્ટેજ મેચો જોવા મળી શકે છે.
ગ્રુપ – A : ઉરુગ્વે V / S મિસ્ત્ર
ગ્રુપ – B : સ્પેન V / S પોર્ટુગલ
ગ્રુપ – D : આર્જેન્ટીના V / S ક્રોએશિયા
ગ્રુપ – F : જર્મની V / S સ્વીડન
ગ્રુપ – G : ઇંગ્લેન્ડ V / S બેલ્જિયમ
વર્લ્ડકપ મેચના પ્રથમ મેચના પ્રસારણ અંગેની વિગત
ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ : રુસ અને સાઉદી અરબ
સમય : ભારતીય સમય અનુસાર રાત્રે ૮.૩૦ વાગ્યે
રુસ અને સાઉદી અરબનું લાઈવ પ્રસારણ
Sony TEN 2 અને Sony TEN 2 HD
ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ
રુસ અને સાઉદી અરબનું લાઈવ સ્ટ્રીમિંગ Sony LIVE
રશિયામાં રમનારા ફિફા વર્લ્ડકપ ૨૦૧૮માં ૩૨ ટીમોમાં કુલ ૭૩૬ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. આ ખેલાડીઓમાં ૫૩ ખેલાડીઓ એવા છે જેઓના નામ પર વર્લ્ડકપમાં ઓછામાં ઓછા એક ગોલ છે.
જયારે આ વર્લ્ડકપમાં શામેલ થઇ રહેલા ખેલાડીઓમાં પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ટીમ જર્મનીના સ્ટાર ખેલાડી થોમસ મુલરના ખાતામાં સૌથી ૧૦ ગોલ છે. ત્યારબાદ કોલંબિયાના જેમ્સ રોડ્રિગ્સના નામે ૬ ગોલ છે.