Not Set/ J & K : શોપિયા સેક્ટરમાં સેનાએ ૫ આતંકીઓને કર્યાં ઠાર, DGPએ કહ્યું, “ગુડ જોબ બોય્ઝ, ગુડ ફોર પીસ”

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલ આઉટ પાર્ટ – ૨ અંતર્ગત ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. શોપિયા જિલ્લાના કિલોરા વિસ્તારમાં સુરક્ષાબળોના જવાઓએ પાંચ આંતકવાદીઓને ઠાર કર્યાં છે. #JammuAndKashmir: Bodies of all five terrorists killed in encounter in Shopian's Killora village have been recovered. Operation concluded.— ANI (@ANI) August 4, 2018 શોપિયાના કિલોરા વિસ્તારમાં […]

Top Stories India Trending
army J & K : શોપિયા સેક્ટરમાં સેનાએ ૫ આતંકીઓને કર્યાં ઠાર, DGPએ કહ્યું, “ગુડ જોબ બોય્ઝ, ગુડ ફોર પીસ”

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરમાં ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલ આઉટ પાર્ટ – ૨ અંતર્ગત ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. શોપિયા જિલ્લાના કિલોરા વિસ્તારમાં સુરક્ષાબળોના જવાઓએ પાંચ આંતકવાદીઓને ઠાર કર્યાં છે.

શોપિયાના કિલોરા વિસ્તારમાં સેનાએ આતંકીઓ છુપાયા હોવાની ખબર મળી હતી, ત્યારબાદ આ વિસ્તારમાં સુરક્ષાબળોના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે શુક્રવાર રાતથી એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું અને અત્યારસુધીમાં ૫ આતંકીઓને મોતને ઘાટ ઉતારાયા છે.

એન્કાઉન્ટરમાં ૫ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ જમ્મુ-કાશ્મીરના DGP એસ પી વૈદ્યે સેનાના આ કામને બિરદાવતા શુભેચ્છા આપી છે. તેઓએ ટ્વીટ કરતા જણાવ્યું, “શોપિયાના કિલુરામાં એનકાઉન્ટર સ્થળ પર વધુ ચાર આતંકીઓના મૃતદેહ મળ્યા છે, ત્યારબાદ કુલ સંખ્યા વધીને ૫ થઇ ગઈ છે. “ગુડ જોબ બોય્ઝ, ગુડ ફોર પીસ”.

મહત્વનું છે કે, આ પહેલા શુક્રવાર સાંજે સેનાના જવાનોને કિલોરા વિસ્તારમાં લશ્કરના કમાન્ડર છુપાયા હોવાની ખબર મળી હતી. ત્યારબાદ જવાનોને આ કમાન્ડરને ઠાર કર્યો છે. ત્યારબાદ એનકાઉન્ટર સ્થળ પર જ શનિવાર સવારે ફાયરિંગ વધુ એકવાર શરુ થયું હતું, જેમાં અન્ય ચાર આતંકીઓને સેનાએ માર્યા છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું, “સુરક્ષાબળોને આતંકવાદીઓની ઉપસ્થિતિ અંગેની જાણકારી મળ્યા બાદ શુક્રવાર સવારથી જ બારામુલા જિલ્લામાં રાફિયાબાદના દુરસુ ગામમાં સર્ચ ઓપરેશન દરમિયાન તેઓને ઘેરી લેવામાં આવ્યા હતા. આ વચ્ચે આતંકીઓએ સેનાના જવાનો પર ફાયરીંગ શરુ કરી દીધું હતું”.