Not Set/ VIDEO: સાપ સરનામું ભૂલ્યો, પરેશ ધાનાણીએ થોડી જ સેકન્ડોમાં પકડી પાડ્યો ઝેરી સાપ

ગાંધીનગર ગાંધીનગરમાં વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીના નિવાસસ્થાને સાપ આવી ચડ્યો હતો. રાજકારણના ખેલાડી પરેશ ભાઇએ ગામડાઓનો અનુભવ કામે લગાડી આ ઝેરી સાપને વશમાં કર્યો હતો. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ સાપ પકડતા દેખાઇ રહ્યાં છે. આ વીડિયો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું […]

Top Stories Gujarat Trending Videos
Digant Sompura 5 VIDEO: સાપ સરનામું ભૂલ્યો, પરેશ ધાનાણીએ થોડી જ સેકન્ડોમાં પકડી પાડ્યો ઝેરી સાપ

ગાંધીનગર

ગાંધીનગરમાં વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીના નિવાસસ્થાને સાપ આવી ચડ્યો હતો. રાજકારણના ખેલાડી પરેશ ભાઇએ ગામડાઓનો અનુભવ કામે લગાડી આ ઝેરી સાપને વશમાં કર્યો હતો.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ સાપ પકડતા દેખાઇ રહ્યાં છે. આ વીડિયો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે,  ‘ ખડ શીતળો ” ‘ આજે “સાપ” પણ સરનામું ભૂલ્યો.,”એરૂ” પકડતા ય આવડે હો ભાઈ.

પરેશ ધાનાણીના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને અત્યંત ઝેરી રસેલ્સ વાઇપર આવી ગયો હતો. રાજકારણના ખેલાડીએ તે ઝેરી સાપને પણ વશમાં કરી લઇને લોકોને અચંબામાં મુકી દીધા હતાં. પરેશભાઇના આ સાહસથી તેમના સ્ટાફે પણ મોંમાં આંગળા નાંખી દીધા હતાં. આ સાહસથી તેમનો સ્ટાફ પણ અચંબામાં મુકાયો હતો. સ્ટાફને પછી ખબર પડી કે પરેશભાઈ સાપ પકડવાનો શોખ ધરાવે છે. ગણતરીની સેકન્ડમાં પકડેલ આ ઝેરી સાપ સાથે જીવદયા દાખવીને નજીકની નિર્જન જગ્યાએ છોડી મુક્યો હતો.