વિવાદ/ મહેસાણા નગરપાલિકા પંપિંગ સ્ટેશનની 25 જેટલી મોટરો ચોરી થતા સર્જાયો વિવાદ

મોટર ગાયબ થઈ અને ચોરી થઈ હોવાના વિવાદ વચ્ચે દરબાર નામ ની એજન્સી એ પાલિકા ની જાણ બહાર મહાકાળી કોર્પોરેશન ને રીપેર કરવા આપી હોવાનું પ્રકાશ માં આવ્યું છે.

Gujarat
YouTube Thumbnail 2023 10 18T154732.903 મહેસાણા નગરપાલિકા પંપિંગ સ્ટેશનની 25 જેટલી મોટરો ચોરી થતા સર્જાયો વિવાદ

Mahesana News: મહેસાણા નગરપાલિકા ના વિસ્તારમાં ભૂગર્ભ ગટર ના ગંદા પાણી ના પંપિંગ માટે પંપિંગ સ્ટેશનો માં લગાવેલી  મોટરો ની ચોરી થઈ ગઈ હોવાના મુદ્દે પાલિકા એ ખુલાસો કર્યો છે.દરબાર ગ્રુપ નામ ની એજન્સી નો  ભૂગર્ભ ગટર સફાઈ નો કોન્ટ્રાકટ બે વર્ષ અગાઉ દરબાર નામ ની એજન્સી ને આપવામાં આવ્યો હતો.પરંતું તાજેતર માં પાલિકા એ પંપિંગ સ્ટેશનો ની તપાસ કરતા 25 જેટલી પંપિંગ ની મોટરો ગાયબ થઈ હોવાનું સામે આવ્યું હતું.

મોટર ગાયબ થઈ અને ચોરી થઈ હોવાના વિવાદ વચ્ચે દરબાર નામ ની એજન્સી એ પાલિકા ની જાણ બહાર મહાકાળી કોર્પોરેશન ને રીપેર કરવા આપી હોવાનું પ્રકાશ માં આવ્યું છે.પાલિકા ના પંપિંગ સ્ટેશન ની 25 ના બદલે 20 મોટરો ગાયબ થઈ હતી અને એ તમામ મોટરો રીપેરીંગ માં હોવાનું પાલિકા એ ખુલાસો કર્યો છે.

છેલ્લા એક માસ થી દરબાર એજન્સી એ ભૂગર્ભ ગટર સફાઈ નું કામ બંધ કરેલું છે અને હવે એક વર્ષ બાદ મોટરો ગાયબ હોવાના ખુલાસા બાદ મોટરો રીપેરીંગ બીલ ચુકાવ્યું ના હોવાથી મહાકાળી કોર્પોરેશન એ પરત આપી નથી.આમ,દરબાર એજન્સી ના અગાઉ ના લાખ્ખો રૂપિયા બીલ બાકી હોવા ઉપરાંત હાલ ની 20 મોટરો નું રીપેરીંગ બીલ 7 લાખ ચૂકવાયું ના હોવાથી મહાકાળી કોર્પોરેશન એ મોટરો ઘણાં લાંબા સમય થી પરત  કરી નથી. અને આજ કારણોસર પંપિંગ સ્ટેશન ની મોટરો ચોરી થઈ ગઈ હોવાનો વિવાદ સર્જાયો છે.


whatsapp ad White Font big size 2 4 મહેસાણા નગરપાલિકા પંપિંગ સ્ટેશનની 25 જેટલી મોટરો ચોરી થતા સર્જાયો વિવાદ


આ પણ વાંચો:જામનગરમાં યુવકો ધગધગતા અંગારા ખુલ્લા પગે રમે છે રાસ, લોકોના બન્યું આકર્ષણનું કેન્દ્ર

આ પણ વાંચો:હિંમતનગરમાં પાર્ટી કલ્ચરની જગ્યાએ ભારતીય પરંપરા અનુરૂપ નવરાત્રીની ઉજવણી

આ પણ વાંચો:સસ્તા ભાવે હીરા મેળવવાની લાલચમાં સુરતનો વેપારી નેપાળમાં લૂંટાયો

આ પણ વાંચો:જુનાગઢમાં અર્વાચીન ગરબીઓની સાથે પ્રાચીન ગરબીઓએ લોકોનું આકર્ષણ જાળવી રાખ્યું