ક્રાઈમ/ સુરતમાં 10 વર્ષના કિશોરને મરાયા ચપ્પુના ઘા

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી તેરે નામ ચોકડી પાસે રહેતો 10 વર્ષીય આદિત્ય કુલદીપ શર્મા પોતાના ઘરેથી કચરુ નાખવા જવાનું કહી નીકળ્યો હતો.

Gujarat Surat
YouTube Thumbnail 2023 10 18T160123.754 સુરતમાં 10 વર્ષના કિશોરને મરાયા ચપ્પુના ઘા

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના પાંડેસરા વિસ્તાર માં 10 વર્ષના કિશોર પર અન્ય મિત્ર દ્વારા ચપ્પુના ઘા મરાયા હતા. ચપ્પુના ઘા મારી દેતા કિશોર લોહી લુહાણ થઈ ઢાળી પડ્યો હતો.પરિવારને જાણ થતાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.હાલ કિશોર સારવાર હેઠળ છે.જ્યારે હુમલો કરનાર 13 વર્ષીય કિશોર ઝડપાયો છે.

સુરતમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ કિશોરો પણ ચપ્પુ રાખતા થયા છે.સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી તેરે નામ ચોકડી પાસે રહેતો 10 વર્ષીય આદિત્ય કુલદીપ શર્મા પોતાના ઘરેથી કચરુ નાખવા જવાનું કહી નીકળ્યો હતો.ત્યારબાદ મોડે સુધી ઘરેના આવ્યો ત્યારબાદ તેમના મિત્ર એ તેમની માતાને જાણ કરી હતી કે, તેમનો બાળક લોહી લુહાણ હાલતમાં તેરે નામ ચોકડી પાસે પડ્યો છે.તાત્કાલિક તેમની માતા ત્યાં પહોંચી અને જોયું તો તેમના 10 વર્ષના પુત્રને તેમના મિત્ર દ્વારા ચપ્પુ મારી ઈજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો.

ચપ્પુ મારી તેમનો મિત્ર ત્યાંથી નાસી છૂટ્યો હતો.તાત્કાલિક જ કિશોરની માતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવી હતી.અને બાળકના શરીર પર અલગ અલગ જગ્યા એ 14 જેટલા ઘા મારવામાં આવ્યા હતા. જેમાં હાલ કિશોર સારવાર હેઠળ છે.આ કિશોર ને તેમનાજ 13 વર્ષ ના મિત્ર એ ચપ્પુ માર્યું હતું.અંગત અદાવત માં થયેલ આ ઝગડો હુમલા સુધી પહોંચી ગયો હતો.હાલ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હુમલાખોર 13 વર્ષીય કિશોર ને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં 10 વર્ષના કિશોરને મરાયા ચપ્પુના ઘા


આ પણ વાંચો:જામનગરમાં યુવકો ધગધગતા અંગારા ખુલ્લા પગે રમે છે રાસ, લોકોના બન્યું આકર્ષણનું કેન્દ્ર

આ પણ વાંચો:હિંમતનગરમાં પાર્ટી કલ્ચરની જગ્યાએ ભારતીય પરંપરા અનુરૂપ નવરાત્રીની ઉજવણી

આ પણ વાંચો:સસ્તા ભાવે હીરા મેળવવાની લાલચમાં સુરતનો વેપારી નેપાળમાં લૂંટાયો

આ પણ વાંચો:જુનાગઢમાં અર્વાચીન ગરબીઓની સાથે પ્રાચીન ગરબીઓએ લોકોનું આકર્ષણ જાળવી રાખ્યું