Not Set/ જસદણ પેટા ચૂંટણીમાં નાકિયાનો ખર્ચ રૂ.6.58 લાખ અને બાવળિયાનો 7.94 લાખ

અમદાવાદ: જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થયાં બાદ અત્યાર સુધીમાં કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ રૂા.6,58,711નો ખર્ચ કર્યો છે. જયારે તેમના હરિફ અને ભાજપ સરકારના કેબિનેટ મંત્રી એવા ભાજપના કુંવરજી બાવળિયાએ રૂા.7,94,680નો ખર્ચ કર્યો હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી અને જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ખર્ચના ઓબ્ઝર્વર એવા અનિલ રાણવસીયાએ જણાવ્યું હતું કે, […]

Top Stories Rajkot Gujarat Trending Politics
In the Jasdan by-election Nakiya's expenditure was Rs.6.58 lakh and Bavaliya's 7.94 lakh

અમદાવાદ: જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થયાં બાદ અત્યાર સુધીમાં કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ રૂા.6,58,711નો ખર્ચ કર્યો છે. જયારે તેમના હરિફ અને ભાજપ સરકારના કેબિનેટ મંત્રી એવા ભાજપના કુંવરજી બાવળિયાએ રૂા.7,94,680નો ખર્ચ કર્યો હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી અને જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ખર્ચના ઓબ્ઝર્વર એવા અનિલ રાણવસીયાએ જણાવ્યું હતું કે, આ પેટા ચૂંટણી અંતર્ગત અત્યાર સુધીમાં કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ રૂા.6,58,711નો ખર્ચ કર્યો છે. જયારે તેમના હરિફ અને ભાજપ સરકારના કેબિનેટ મંત્રી એવા ભાજપના કુંવરજી બાવળિયાએ રૂા.7,94,680નો ખર્ચ કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર એવા નવીન ભારત નિમાર્ણ મંચના ડો. દિનેશ શનાભાઈ પટેલે રૂા.5,400નો ખર્ચ દશાર્વ્યો છે, પરંતુ હકીકતમાં રૂા.37,000 નો ખર્ચ થયો હોવાનું જણાતાં આ ઉમેદવારને નોટિસ આપવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવાર ઢાપા ધરમશી રામશીભાઈએ રૂા.2,70,050નો ખર્ચ કર્યો છે. તેની સામે અપક્ષ ઉમેદવારો નાથાભાઈ ચિત્રોડાએ રૂા.78,433, મુકેશ ભેસજાળીયાએ રૂા.10,040, નીરૂપાબેન માધુએ રૂા.10,000 અને ભરતભાઈ માનકોલિયાએ રૂા.12,100નો ખર્ચ દશાર્વ્યો છે. હવે આગામી તા.18ના ડિસેમ્બરના રોજ ઉમેદવારોએ પોતાનો અંતિમ ખર્ચ દશાર્વવાનો રહેશે.

તેમણે જણાવ્યું હતું કે, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂએ જસદણ મત વિસ્તારમાં ગૌશાળાના લાભાર્થે ડાયરાનું આયોજન કરેલ હતું. પરંતુ તેમાં કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરતાં હોવાનું જણાતા આ સમગ્ર પ્રકરણ રાષ્ટ્રીય ચૂંટણી પંચ દ્વારા નિયુકત કરાયેલ ખર્ચ ઓબ્ઝર્વર સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

તેમણે સમગ્ર વીડિયો નિહાળીને આ કાર્યક્રમનો રૂા.14,000નો ખર્ચ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાના ખાતામાં ઉધારવા નિર્ણય કર્યો છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આ બાબતને સ્વીકારી લેવામાં આવી છે.