Not Set/ જંતર-મંતર પર ચાર્જશીટેડ લોકોનો જમાવડો થયો હતો, હસતા હસતા કરી રહ્યા હતા ધરણા …

મુઝફ્ફરપુર બાળ ગૃહ માં થયેલા યૌન શોષણ મામલે પહેલી વાર મીડિયા સાથે વાત કરતા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે કહ્યું કે બિહારમાં કોઈ પણ શેલ્ટર હોમની જવાબદારી એનજીઓને નહિ આપવામાં આવે. એમણે કહ્યું કે બિહાર સરકાર જ આનું સંચાલન કરશે. આ માટે ભવનો બનવવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એમણે નામ લીધા વિના તેજસ્વી યાદવ પર […]

Top Stories India
nitish kumar 1 જંતર-મંતર પર ચાર્જશીટેડ લોકોનો જમાવડો થયો હતો, હસતા હસતા કરી રહ્યા હતા ધરણા ...

મુઝફ્ફરપુર બાળ ગૃહ માં થયેલા યૌન શોષણ મામલે પહેલી વાર મીડિયા સાથે વાત કરતા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે કહ્યું કે બિહારમાં કોઈ પણ શેલ્ટર હોમની જવાબદારી એનજીઓને નહિ આપવામાં આવે. એમણે કહ્યું કે બિહાર સરકાર જ આનું સંચાલન કરશે. આ માટે ભવનો બનવવામાં આવશે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એમણે નામ લીધા વિના તેજસ્વી યાદવ પર હુમલો કર્યો હતો. નીતીશ કુમારે કહ્યું કે જંતર-મંતર પર ચાર્જશીટેડ લોકોનો જમાવડો થયો હતો. આ લોકો ઘટનાને લઈને સંવેદનશીલ નથી. આ વાત એમની હંસીથી સ્પષ્ટ થઇ ગઈ હતી. મહિલાઓ વિરુદ્ધ અત્યાચારના આરોપીઓ આજે કેન્ડલ માર્ચ કાઢી રહ્યા છે. એમણે કહ્યું કે ધરણા તો એટલે કરવામાં આવેલા કે રાજનીતિમાં ભ્રષ્ટાચાર કોઈ મુદ્દો ના રહે.

aa Cover bglomecak4t7ehpe9s2v6hg2i3 20180805060834.Medi e1533554663882 જંતર-મંતર પર ચાર્જશીટેડ લોકોનો જમાવડો થયો હતો, હસતા હસતા કરી રહ્યા હતા ધરણા ...

સીબીઆઈ તપાસ મુદ્દે સીએમ નીતીશ કુમારે કહ્યું કે મનમાં કોઈ શંકા ના રહે  એટલા માટે બિહાર સરકારે કેન્દ્ર સરકારને સીબીઆઈ તપાસ માટે ભલામણ કરી છે.

નીતીશ કુમારે પોતાની ચુપકીદી પર પણ નિવેદન આપ્યું છે. એમણે કહ્યું કે મારી હાજરીમાં સદનમાં સરકાર તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું. મારી હાજરીમાં ડેપ્યુટી સીએમએ નિવેદન આપ્યું હતું. એમણે ઘટનાને ઘૃણિત ગણાવી હતી.

સીએમએ કહ્યું કે આ ઘટનાને લઈને સરકાર ખુબ સંવેદનશીલ છે. મેં મુખ્ય સચિવને સુઝાવ આપ્યો છે કે શેલ્ટર હોમની દેખરેખની જવાબદારી કોઈ એનજીઓને ના આપવામાં આવે. સરકર દ્વારા નિર્મિત સ્થાન પર જ બાળકોને રાખવામાં આવે.

બાળ ગૃહ મામલે તાપસ થઇ રહી છે. મંત્રી સ્તરે પણ કોઈ દોષ સાબિત થાય છે તો પણ કાર્યવાહી થશે. કોઈને પણ છોડવામાં નહિ આવે.