ગુજરાત/ રાજ્યમાં રહેણાંક સોસાયટી માટે નવી CCTV પોલિસી અમલી બનશે

રાજ્યમાં રહેણાંક વિસ્તારમાં બનતા નાના-મોટા ગુનાના ઉકેલ માટે રાજ્ય સરકારે હવે રહેણાંક વિસ્તારમાં CCTV ફરજીયાત બનાવવા નવી CCTV પોલીસી અમલી બનાવવા જઈ રહ્યું છે.

Gujarat Others Trending
CCTV કેમેરા રાજ્યમાં રહેણાંક સોસાયટી માટે નવી CCTV પોલિસી અમલી બનશે

રાજ્યમાં સતત ગુન્હાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સરકાર પણ રાજ્યમાં બનતા ગુનાને ડામવા સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્થળો ઉપર CCTV કેમેરા ફરજીયાત કરવામાં આવ્યા છે. ત્યારે હવે સ્થાનિક વિસ્તારોમાં પણ બનતી નાની મોટી ઘટનાઓને ઝડપથી ઉકેલ આવે માટે રાજ્ય સરકારે કમરકસી છે.

રાજ્યમાં રહેણાંક વિસ્તારમાં બનતા નાના-મોટા ગુનાના ઉકેલ માટે રાજ્ય સરકારે હવે રહેણાંક વિસ્તારમાં CCTV ફરજીયાત બનાવવા નવી CCTV પોલીસી અમલી બનાવવા જઈ રહ્યું છે. આ અંગે ગૃહ વિભાગને  પ્રપોઝલ મોકલવામાં આવી હતી. અને જેને રાજ્ય સરકારે મંજૂરી આપી છે.

નવા નિયમો અનુસાર રહેણાંક સોસાયટીમાં હવે સરકારી ધારા-ધોરણો પ્રમાણે CCTV કેમેરા લગાવવા પડશે. રહેણાંક સોસાયટીમાં CCTV કેમેરા લગાવવા સરકાર ખાસ નિયમો બનાવશે. પોલિસી અંતર્ગત ઝોન પ્રમાણે સોસાયટીની વહેંચણી કરાશે. રહેણાંક સોસાયટીને અલગ-અલગ ૪ ઝોનમાં વહેંચાશે. સોસાયટીમાં CCTVકેમેરા લગાવવાની મંજૂરી આપવા કમિટી બનશે. કમિટીની અંદર જે-તે પોલીસ મથક તથા વહીવટીય અધિકારીનો સમાવેશ કરાશે.  નિશ્વિત કમિટીની મંજૂરી લીધા બાદ જ રહેણાંક સોસાયટીમાં CCTV કેમેરા લગાવાશે.

Technology / વોટ્સએપ પર અજાણ્યા નંબરથી આવે છે ગુડ મોર્નિંગ મેસેજ, તો સાવધાન

Technology / ફોનમાં એક્ટિવ ઈન્ટરનેટ ન હોવા છતાં પણ વોટ્સએપ વેબ ચાલી શકશે, આ રીતે કરો કનેક્ટ

ધાર્મિક / જો ઘરમાં ઉંદરો હોય તો ધનની સાથે બુદ્ધિનો પણ વિનાશ થઈ શકે છે !

ધર્મ વિશેષ / શું તમે જાણો છો કે શા માટે મંદિરમાં પ્રતિમાની આસપાસ પ્રદક્ષિણા ફરીએ છીએ?