અંડર-19 એશિયા કપમાં ભારતીય ટીમે UAEની ટીમને 154 રનનાં વિશાળ અંતરથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 5 વિકેટે 282 રન બનાવ્યા હતા. જવાબમાં UAEની ટીમ 35મી ઓવરમાં માત્ર 128 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. આ સિવાય બે અન્ય મેચ પણ રમાઈ હતી. પાકિસ્તાને અફઘાનિસ્તાનને 4 વિકેટે હરાવ્યું. વળી શ્રીલંકાએ કુવૈતને 274 રનથી હરાવ્યું હતું.
આ પણ વાંચો – IPL / BCCI દ્વારા IPLની મેગા ઓક્શનની તારીખો એક જ દિવસમાં બદલાઈ, આ તારીખે યોજાશે મેગા ઓક્શન
આપને જણાવી દઇએ કે, UAEની ટીમે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ICC એકેડમી ગ્રાઉન્ડ દુબઈ ખાતે પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ કેપ્ટન યશ ધુલ અને ઓપનર હરનૂર સિંહની ધમાકેદાર ઈનિંગનાં દમ પર 5 વિકેટ ગુમાવીને 282 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યાંકનો સામનો કરી રહેલી UAEની ટીમને ભારતે 34.3 ઓવરમાં માત્ર 128 રનમાં ઓલઆઉટ કરી હતી. ભારત તરફથી રાજવર્ધન હેંગરગેકરે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ગર્વ સાંગવાન, વિક્કી ઓસ્તવાલ અને કૌશલ તાંબેએ બે-બે વિકેટ ઝડપી હતી. UAE માટે ઓપનર કાઈ સ્મિથે સૌથી વધુ 45 રનની ઇનિંગ રમી હતી. સ્મિથે 70 બોલનો સામનો કર્યો, જેમાં તેણે 6 ચોક્કા ફટકાર્યા હતા. હરનૂર સિંહે 130 બોલનો સામનો કર્યો હતો, જેમાં તેણે 11 ચોક્કાની મદદથી 120 રન બનાવ્યા. જ્યારે કેપ્ટન યશ ધુલે 68 બોલનો સામનો કરીને 4 ચોક્કાની મદદથી 63 રન બનાવ્યા હતા. જ્યારે ઝડપી બોલર રાજવર્ધન હેંગરગેકરે માત્ર 23 બોલમાં 6 ચોક્કા અને બે છક્કાની મદદથી કુલ 48 રન બનાવ્યા હતા. જ્યારે શેખ રાશિદે માત્ર એક ચોક્કાની મદદથી 60 બોલમાં 35 રન બનાવ્યા હતા.
https://twitter.com/BCCI/status/1474011944080199687?s=20
આ પણ વાંચો – IPL / BCCI દ્વારા IPLની મેગા ઓક્શનની તારીખો જાહેર કરાઇ…
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરતા 52 રનનાં કુલ સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી અહેમદ ખાને 3 વિકેટ લીધી હતી. આ પછી જવાબમાં રમતા પાકિસ્તાને પણ 6 વિકેટ ગુમાવીને આ સાધારણ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. વળી બીજી તરફ કુવૈત સામે શ્રીલંકાની ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 5 વિકેટે 323 રન બનાવ્યા હતા. જવાબમાં રમતા કુવૈતની ટીમ માત્ર 49 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. એશિયા કપ 2021માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 25 ડિસેમ્બરે મેચ રમાશે. જ્યારે 27 ડિસેમ્બરે ભારત અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. એશિયા કપની ફાઈનલ મેચ 31 ડિસેમ્બરે રમાશે.
