National News/ બિડેન મોદીને હરાવવા માંગતા હોવાથી કરોડોનું ભંડોળ આપી રહ્યા હતા : ડોનાલ્ડ ટ્રમ્પના ગંભીર આરોપ

“ભારતમાં મતદાન માટે આપણે ૨૧ મિલિયન ડોલર ખર્ચવાની શું જરૂર છે?

Top Stories India Breaking News

National News : અમેરિકાના ભૂતપુર્વ પ્રમુખ બિડેન મોદીને હરાવવામાંગતા હતા અને તેના માટે કરોડોનું ભંડોળ આપતા હોવાનો આરોપ ડોનાલ્ડ ટ્રમ્પે લગાવતા ખળભળાટ મચી ગયો છે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક નિર્ણય લીધો છે. આમાં તેમણે મતદાન ટકાવારી વધારવા માટે ભારતને મળનારા 21 મિલિયન ડોલરના ભંડોળને રદ કર્યું છે. જેને પગલે  તેમના નિર્ણય અંગે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. દરમિયાન, બુધવારે રાત્રે સાઉદી અરેબિયા સરકારના FII પ્રાયોરિટી સમિટને સંબોધિત કરતી વખતે, ટ્રમ્પે પોતાના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનની સરકાર પર ભારતમાં ચૂંટણીમાં દખલગીરીનો પણ આરોપ લગાવ્યો.

ટ્રમ્પે કહ્યું, “ભારતમાં મતદાન માટે આપણે ૨૧ મિલિયન ડોલર ખર્ચવાની શું જરૂર છે? મને લાગે છે કે જો બિડેન કોઈ બીજાને ચૂંટણી જીતાડવા માંગતા હતા. આપણે આ વાત ભારત સરકારને જણાવવી પડશે. આ એક મોટો મુદ્દો છે.”આ પહેલા મંગળવારે પણ તેમણે આ મામલે સ્પષ્ટતા આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આજે ભારત પોતાના દમ પર સક્ષમ છે. ભારતમાં પૈસાની કોઈ અછત નથી. આવી સ્થિતિમાં, તેને ભંડોળ શા માટે આપવું જોઈએ?

તેમણે કહ્યું હતું કે, “આપણે ભારતને ૨૧ મિલિયન ડોલર કેમ આપી રહ્યા છીએ? તેમની પાસે ઘણા પૈસા છે. તેઓ વિશ્વના સૌથી વધુ કરવેરા કરનારા દેશોમાંનો એક છે. તેમના ટેરિફ એટલા ઊંચા છે કે આપણે ત્યાં વ્યવસાય કરવા માટે ભાગ્યે જ પ્રવેશી શકીએ છીએ. મને ભારત અને તેમના વડા પ્રધાન પ્રત્યે ખૂબ આદર છે, પરંતુ મતદાન માટે ૨૧ મિલિયન ડોલર આપવાનું કેટલું વાજબી છે?”

વ્હાઇટ હાઉસ પરત ફર્યાના થોડા દિવસો પછી, ડોનાલ્ડ ટ્રમ્પે બધી વિદેશી સહાય લગભગ સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ આપ્યો. એલોન મસ્કે DOGE માટે USAID બંધ કરવાની યોજનાની પણ જાહેરાત કરી. તેનું વાર્ષિક બજેટ $40 બિલિયનથી વધુ છે. તે ખાસ કરીને ગરીબ દેશોમાં વિકાસ, આરોગ્ય અને માનવતાવાદી કાર્યક્રમોને સમર્થન આપે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રેખા ગુપ્તા બનશે દિલ્હીના નવા CM, પ્રવેશ વર્મા ડે. સીએમ; આવતીકાલે લેશે શપથ

આ પણ વાંચો: સિદ્ધારમૈયાને મોટી રાહત, MUDA જમીન કૌભાંડ કેસમાં લોકાયુક્તે આપી ક્લીનચીટ

આ પણ વાંચો: કોણ બનશે દિલ્હીના સીએમ? આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં થશે નિર્ણય, જાણો કોનું નામ છે સૌથી આગળ