Gujarat Local Body Election 2026/ મહેસાણામાં ચૂંટણી દરમિયાન યુવકની હત્યા કોંગ્રેસનું નિમ્નસ્તરનું રાજકારણઃ ભાજપ

 મહેસાણામાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારના ભાણેજની હત્યાનો મુદ્દો આખા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ભાજપના જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોરે આ હત્યાને રાજકીય હત્યા ગણાવી છે.

Top Stories Gujarat Others Breaking News

Mahesana News:  મહેસાણામાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારના ભાણેજની હત્યાનો મુદ્દો આખા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ભાજપના જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોરે આ હત્યાને રાજકીય હત્યા ગણાવી છે. તેમણે હત્યાની આ ઘટનાને ફક્ત મહેસાણા જ નહીં આખા ગુજરાત માટે કલંકિત ગણાવી છે. ગુજરાતમાં રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આખા રાજ્યમાં એકમાત્ર હત્યા થઈ અને તે પણ મહેસાણામાં થઈ હતી.

તેમણે જણાવ્યું હતું કે આ હત્યા ઉદાહરણ છે કે કોંગ્રેસ સત્તા માટે કઈ હદ સુધી જઈ શકે છે. કોંગ્રેસને ખબર છે કે પ્રજા ભાજપની સાથે છે. તેમનો પરાજય નિશ્ચિત છે અને આ વસ્તુ તેમનાથી સહન થઈ નથી. તેથી તે હવે આ પ્રકારના કૃત્યો કરવા પર ઉતરી આવી છે. કોંગ્રેસે આ નિમ્ન કક્ષાની હરકત કરી છે. તેણે આયોજનપૂર્વક આ 21 વર્ષના યુવાનનો જીવ લીધો હતો.

કોંગ્રેસના કોઈપણ નેતાએ આ હત્યાને વખોડી કાઢતુ નિવેદન કર્યુ નથી. તેમણે કોંગ્રેસના નેતાઓની ચૂપકિદીને ઉલ્લેખનીય ગણાવી હતી. તેમણે કટાક્ષમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ આમ પણ ખાઈ બદેલાઓનો પક્ષ છે. તે યુવાનોને રાજકારણમાં તક તો આપતી નથી, પરંતુ બીજા પક્ષમાં લોકો યુવાનોને તક આપે છે અને રાજકારણ સાથે જોડે છે તેમા કોંગ્રેસને શું દુઃખે છે. કોંગ્રેસના સમયમાં યુવાનોને શસ્ત્રો હાથમાં ઉપાડવા પડતા હતા, સિસ્ટમ કોઈપણ પ્રકારની આકાંક્ષાને લઈને સંવેદનશીલ જ ન હતી.

તેનાથી વિપરીત અમે પ્રજાકીય શાસન આપી રહ્યા છે. અમે આ હત્યા પાછળ સંડોવાયેલા કોઈપણ દોષિતને નહીં છોડીએ. કાયદો કાયદાનું કામ કરશે. ગુનેગારને ચોક્કસ સજા થશે તેવી બાંયધરી તેમને આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમણે એક યુવાનને ખતમ કર્યો છે, પરંતુ અમે અમારા આ અભિમન્યુનુ બલિદાન એળે નહીં જવા દઈએ. ચૂંટણીનુ આ મહાભારત અમે જ જીતીશું.


આ પણ વાંચો: ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા

આ પણ વાંચો: ગાંધીનગરની દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું