Junagadh News: ગુજરાતીઓ અને દેશ વિદેશથી સિંહ દર્શને (Lion) આવતા લોકો માટે સારા સમાચાર છે. ગીર વન્ય અભયારણ્યમાં (Gir Sanctuary) ચોમાસાની ઋતુમાં સિંહોના પ્રજનનમાં (Matting Period) ખલેલ ન પહોંચે તે હેતુથી સિંહોના દર્શન દુર્લભ હોય છે. જેથી ગુજરાત વન વિભાગ અને પ્રવાસન વિભાગે સિંહોનો પ્રજનન કાળ પૂરો થતાં જ પ્રવાસીઓ માટે સિંહ દર્શન માટે ઓનલાઈન બુકિંગ શરૂ કરી દીધું છે.
)
ચોમાસાની ઋતુ સિંહોની પ્રજનન ઋતુ ગણાય છે, સિંહ-સિંહણનો પ્રજનન કાળ (Matting Period) હોવાથી 16 જૂન થી 16 ઓક્ટોબર સુધી ગીર વન્ય અભયારણ્ય બંધ રાખવામાં આવ્યો હતો. બીજું મહત્વનું એ છે કે ચોમાસામાં ભારે વરસાદથી જંગલમાં કાદવ-કીચડ થઈ જતા હોય છે, જેથી સિંહોને ચાલવામાં મુશ્કેલી પડતી હોય છે. દરમિયાન સિંહો ઊંચાઈવાળા વિસ્તારોમાં જતા રહેતા હોવાથી સિંહો જોવા દુર્લભ થઈ જતા હોય છે. તેથી જંગલ વિભાગ જૂનથી ઓક્ટેબર માસ સિંહ દર્શન બંધ રાખતા હોય છે.

ત્યારે સાસણ ગીર (Sasan Gir) વન્યપ્રાણી અભયારણ્યને આગામી 16મી ઑક્ટોબરથી લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવશે. આ માટે ઓનલાઇન બુકિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. પ્રવાસન સ્થળ ખુલ્લુ મૂકાતા લાખો પ્રવાસીઓ સિંહોને જોઈ શકશે.
પ્રવાસીઓ રાજ્ય સરકારની ઓફિશિયલ વેબસાઇટ http://girlion.gujarat.gov.in પરથી બુકિંગ કરી શકશે. આ બીજી કોઈ વેબસાઈટ પરથી ઓનલાઇન બુકિંગ માન્ય નહીં ગણાય.

આ પણ વાંચો:ગુજરાતની શાન ગીરના સિંહોના દર્શન માટે ગીર અને દેવળિયા પાર્ક જવું બનશે વધુ સરળ
આ પણ વાંચો:રેલ્વે વિભાગે સિંહોના મોત અટકાવવા 45 રેલ્વે સેવકોને ખડે પગે તૈનાત કર્ય
આ પણ વાંચો:ગેંડાઓને જોઈ સિંહ રહ્યો નામ માત્રનો ‘રાજા’, એકલો પડતા કરી પીછેહટ
