Not Set/ IPL 2018 : CSKની ટીમને ૩૪ રને હરાવી દિલ્લીએ હાંસલ કરી શાનદાર જીત

દિલ્હી, દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન દિલ્લી ડેરડેવિલ્સની ટીમે ૩૪ રને રોમાંચક વિજય મેળવ્યો છે. DD દ્વારા આપવામાં આવેલા ૧૬૩ રનના ટાર્ગેટનો પીછો કરતા ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૨૮ રન જ બનાવી શકી હતી અને દિલ્લીની ટીમે ટુર્નામેન્ટમાં ચોથો વિજય હાંસલ કર્યો હતો. It's all […]

Top Stories Sports
JDJDJDK IPL 2018 : CSKની ટીમને ૩૪ રને હરાવી દિલ્લીએ હાંસલ કરી શાનદાર જીત

દિલ્હી,

દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન દિલ્લી ડેરડેવિલ્સની ટીમે ૩૪ રને રોમાંચક વિજય મેળવ્યો છે. DD દ્વારા આપવામાં આવેલા ૧૬૩ રનના ટાર્ગેટનો પીછો કરતા ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૨૮ રન જ બનાવી શકી હતી અને દિલ્લીની ટીમે ટુર્નામેન્ટમાં ચોથો વિજય હાંસલ કર્યો હતો.

દિલ્લી ડેરડેવિલ્સના શાનદાર વિજયના હિરો સ્ફોટક વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંત, હર્ષલ પટેલ અને સ્પિન બોલર અમિત મિશ્રા રહ્યા હતા, પરંતુ હર્ષલ પટેલને ઓલરાઉન્ડર પરફોર્મન્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. હર્ષલ પટેલે માત્ર ૧૬ બોલમાં ૪ સિક્સર અને ૧ ચોક્કા સાથે ૩૬ રનની તૂફાની ઇનિંગ્સ રમી હતી જયારે બોલિંગમાં પણ ૪ ઓવરમાં ૨૩ રન આપી ૧ વિકેટ ઝડપી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી DDની ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકશાને ૧૬૨ રનનો સ્કોર ખડકયો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્લીની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન પૃથ્વી શો માત્ર ૧૭ રન બનાવી ઝડપી બોલર દિપક ચહરનો પ્રથમ શિકાર બન્યો હતો. જયારે કેપ્ટન શ્રેયસ ઐયર પણ માત્ર ૧૯ રન બનાવી આઉટ થયો હતો.

બંને ઓપનરોના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા સ્ફોટક વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંતે માત્ર ૨૬ બોલમાં ૩ ચોક્કા અને ૨ સિક્સર સાથે ૩૮ રન ફટકાર્યા હતા. જયારે ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરે ૨૮ બોલમાં ૩૬ બનાવ્યા હતા જયારે મેચની અંતિમ ઓવરોમાં હર્ષલ પટેલે માત્ર ૧૬ બોલમાં ૪ સિક્સર અને ૧ ચોક્કા સાથે ૩૬ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. CSK તરફથી ઝડપી બોલર લિંગી એન્ગીડીએ ૨ જયારે દિપક ચહર અને રવીન્દ્ર જાડેજાએ અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હ્તી.

દિલ્લી ડેરડેવિલ્સ દ્વારા આપવામાં આવેલા ૧૬૩ રનના ટાર્ગેટનો પીછો કરતા ચેન્નઈની ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકશાને માત્ર ૧૨૮ રન જ બનાવી શકી હતી અને ૩૪ રને હારનો સ્વાદ ચાખ્યો હતો. ૧૬૩ રનના લક્ષ્યનો પીછો કરતા CSKને પ્રથમ ઝટકો શેન વોટસનના સ્વરૂપમાં લાગ્યો હતો. વોટસન માત્ર ૧૪ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો જયારે પોતાનું શાનદાર ફોર્મ યથાવત રાખતા અંબાતી રાયડુએ માત્ર ૨૯ બોલમાં ૪ સિક્સર અને ૪ ચોક્કા સાથે ફિફ્ટી ફટકારી હતી.

જો કે ત્યારબાદ ક્રિઝ પર આવેલા સુરેશ રૈના ૧૫ અને કેપ્ટન એમ એસ ધોની પણ ૧૭ રન બનાવી આઉટ થયા હતા. જયારે ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ ૧૮ બોલમાં ૨૭ રન ફટકાર્યા હતા. પરંતુ તેઓ પોતાની ટીમને વિજયના લક્ષ્ય સુધી પહોચાડી શક્યા ન હતા. જયારે દિલ્લી તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને અમિત મિશ્રાએ અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.