Covid-19/ થઇ જજો સાવધાન! આવી રહી છે મુસિબત, દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

ઓમિક્રોન વેરિઅન્ટનાં કારણે થયેલા હાહાકાર વચ્ચે, વિશ્વમાં સંક્રમણની કુલ સંખ્યા 28 કરોડને વટાવી ગઈ છે. વળી, આ મહામારીએ અત્યાર સુધીમાં 54.1 લાખથી વધુ લોકોનો ભોગ લીધો છે.

Top Stories India
દેશમાં કોરોના

ઓમિક્રોન વેરિઅન્ટનાં કારણે થયેલા હાહાકાર વચ્ચે, વિશ્વમાં સંક્રમણની કુલ સંખ્યા 28 કરોડને વટાવી ગઈ છે. વળી, આ મહામારીએ અત્યાર સુધીમાં 54.1 લાખથી વધુ લોકોનો ભોગ લીધો છે. જ્યાં એક તરફ વાયરસ પોતાનો પ્રકોપ બતાવી રહ્યો છે, તો બીજી તરફ તેને હરાવવા માટે વૈશ્વિક સ્તરે રસીકરણ પણ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં, વિશ્વનાં વિવિધ દેશોમાં 9.02 અબજથી વધુ રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો – યુપી વિધાનસભા ચૂંટણી 2022 / SPના અધ્યક્ષ અખિલેશ યાદવે આગામી વિધાનસભા ચૂંટણી જીતવા માટે જાણો કઇ કરી જાહેરાત…

આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોના વાયરસે ફરી એકવાર ખતરાની ઘંટડી વગાડી છે. આજે (બુધવાર)  દૈનિક કેસની સંખ્યા 9 હજારથી ઉપર નોંધાઈ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે ડેટા જાહેર કરતા કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસનાં 9,195 નવા કેસ નોંધાયા છે. આ સિવાય બીજી મોટી ચિંતાની વાત એ છે કે, છેલ્લા 24 કલાક દરમ્યાન કોરોના વાયરસથી ઠીક થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 7347 નોંધાઈ છે. ઠીક થયેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવા સાથે, કોરોના વાયરસનાં સક્રિય કેસ પણ વધીને 77,002 થઈ ગયા છે. ભારતમાં રિકવરી રેટ 98.4 ટકાની નજીક છે. માર્ચ 2020 પછી આ સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં 7,347 દર્દીઓએ આ મહામારીને માત આપી છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,42,51,292 લોકો સ્વસ્થ થયા છે. કોરોનાનાં નવા કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 9,195 નવા કેસ નોંધાયા છે. વળી, છેલ્લા 86 દિવસમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2 ટકાથી ઓછો છે. છેલ્લા 45 દિવસનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 1% કરતા ઓછો છે. આપને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં 67.52 કરોડ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં કેસ પણ ઝડપથી વધી રહ્યા છે અને હાલમાં આ સંખ્યા 781 પર પહોંચી ગઈ છે. ઓમિક્રોનનાં મામલામાં દિલ્હી નંબર વન પર છે, જ્યાં અત્યાર સુધીમાં 238 દર્દીઓ મળી આવ્યા છે. મહારાષ્ટ્ર પછી દિલ્હી આવે છે, જ્યાં ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 167 નોંધાઈ છે. દિલ્હીમાં ઓમિક્રોનનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલે મંગળવારે રાજધાનીમાં યલો એલર્ટ લાગુ કરતી વખતે કેટલાક નવા નિયંત્રણો લાદ્યા હતા. નવા પ્રતિબંધોમાં, દિલ્હી મેટ્રોની અંદર મુસાફરોની સંખ્યા હવે ઘટાડીને 50 ટકા કરવામાં આવી છે.